Delhi AI Impact Summit 2026; Hotel Rates Hike 3 Times; Sundar Pichai Bill Gates Sam Altman Visit PHOTOS

Last Updated: February 17, 2026By

  • Gujarati News
  • Business
  • Delhi AI Impact Summit 2026; Hotel Rates Hike 3 Times; Sundar Pichai Bill Gates Sam Altman Visit PHOTOS

નવી દિલ્હી6 કલાક પેહલા

  • કૉપી લિંક

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ના પહેલા દિવસે થયેલી અવ્યવસ્થા પર કેન્દ્ર સરકારે માફી માંગી છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે 17 ફેબ્રુઆરીએ જણાવ્યું કે સમિટના પહેલા દિવસે અપેક્ષા કરતાં ઘણી વધારે ભીડ એકઠી થઈ, જેના કારણે લોકોને મુશ્કેલી પડી. અમે લોકોને થયેલી મુશ્કેલી માટે માફી માંગીએ છીએ.

સમિટના પહેલા દિવસે સોમવારે હજારોની સંખ્યામાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ટેક એક્સપર્ટ્સ અને વિદેશી પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. ભારે ભીડ અને કડક સુરક્ષાને કારણે એન્ટ્રી પોઈન્ટ્સ પર લાંબી કતારો લાગી ગઈ હતી. ગ્લોબલ ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને ડેલીગેટ્સને કલાકો સુધી રાહ જોવી પડી.

PM મોદીના આગમન પહેલા લોકોને પ્રવેશ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું.

PM મોદીના આગમન પહેલા લોકોને પ્રવેશ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું.

AI સમિટના પ્રથમ દિવસે ભારે ભીડ જોવા મળી. પ્રવેશ દ્વાર પર પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો અને સ્ટાફની લાંબી કતારો જોવા મળી.

AI સમિટના પ્રથમ દિવસે ભારે ભીડ જોવા મળી. પ્રવેશ દ્વાર પર પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો અને સ્ટાફની લાંબી કતારો જોવા મળી.

70 હજારથી વધુ લોકો પહોંચ્યા, ભારે ભીડથી પરિસ્થિતિ વણસી

સમિટના બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ દુનિયાનો સૌથી મોટો AI સમિટ છે. ઇવેન્ટના પહેલા દિવસે જ 70 હજારથી વધુ લોકો કાર્યક્રમમાં પહોંચ્યા છે. હવે વ્યવસ્થા બરાબર છે, પરંતુ જો ગઈકાલે કોઈને મુશ્કેલી પડી હોય તો અમે તેના માટે માફી માંગીએ છીએ.

તેમણે કહ્યું કે સરકાર સૂચનો માટે તૈયાર છે અને અનુભવને બહેતર બનાવવા માટે એક ‘વોર રૂમ’ બનાવવામાં આવ્યો છે જે ચોવીસ કલાક કામ કરી રહ્યો છે. ‘વોર રૂમ’ એક એવું કંટ્રોલ સેન્ટર હોય છે જ્યાંથી આખા સ્થળની રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે.

ફાઉન્ડરનો દાવો- સુરક્ષા ઘેરા વચ્ચે ચોરાયા વિયરેબલ્સ

ઘણા પ્રદર્શકોએ ફરિયાદ કરી કે વડાપ્રધાનના આગમન પહેલાં સુરક્ષા તપાસના નામે તેમને તેમના જ સ્ટોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

સ્ટાર્ટઅપ ‘નિયો સેપિયન’ના CEO ધનંજય યાદવે આરોપ લગાવ્યો કે સુરક્ષા તપાસ માટે જ્યારે તેમને સ્ટોલમાંથી બહાર મોકલવામાં આવ્યા, ત્યારે તેમના કિંમતી AI વિયરેબલ્સ ગાયબ થઈ ગયા.

AI સમિટમાં લાગેલા એક્સ્પોમાં VIP મૂવમેન્ટ દરમિયાન કેટલાક સ્ટોલ્સ પર ગેજેટ્સ ચોરાઈ ગયા.

AI સમિટમાં લાગેલા એક્સ્પોમાં VIP મૂવમેન્ટ દરમિયાન કેટલાક સ્ટોલ્સ પર ગેજેટ્સ ચોરાઈ ગયા.

કનેક્ટિવિટી અને ખરાબ કમ્યુનિકેશન પર પણ સવાલો ઉઠ્યા

રિસ્કિલના સ્થાપક પુનીત જૈન અને ઉદ્યોગસાહસિક પ્રિયાંશુ રત્નાકરે મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે વાઇ-ફાઇ, મોબાઇલ નેટવર્કની સમસ્યા અને રજિસ્ટ્રેશનમાં વારંવાર થતી મુશ્કેલીઓએ અનુભવ ખરાબ કર્યો. સ્થાપકોનું કહેવું હતું કે VIP મૂવમેન્ટને કારણે જે લોકો દેશનું AI ભવિષ્ય બનાવી રહ્યા છે, તેમને કલાકો સુધી બહાર ઊભા રાખવામાં આવ્યા.

કોંગ્રેસ બોલી- મોદીની ‘રીલ’ના ચક્કરમાં દેશની છબી બરબાદ

સમિટમાં થયેલી અવ્યવસ્થા પર કોંગ્રેસે એક પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે- દિલ્હીમાં AI સમિટ થઈ રહી છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. સમિટમાં મિસ-મેનેજમેન્ટથી સ્થાપકો અને પ્રદર્શકો ખૂબ જ પરેશાન છે. તેમનું કહેવું છે કે PM મોદીના આગમન માટે મેઈન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યો અને પ્રદર્શકોને તેમના જ પેઈડ સ્ટોલમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

આ ઉપરાંત સમિટમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો- જેમ કે:

  • સિક્યોરિટી લેપ્સને કારણે ઘણા બધા પ્રોડક્ટ્સ ચોરાઈ ગયા
  • સમિટ વેન્યુમાં ઇન્ટરનેટ ન ચાલવાને કારણે ડેમો નિષ્ફળ ગયા
  • ફાઉન્ડર્સ/એક્ઝિબિટર્સ વેન્યુમાં એન્ટ્રી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા
  • AI અને ટેક ઇવેન્ટમાં લેપટોપ, બેગ, કેમેરા, વોટર બોટલ પ્રતિબંધિત હતા
  • સમિટમાં પેમેન્ટ મોડ ફક્ત રોકડ રહ્યો, ઘણા એક્ઝિબિટર્સ ભૂખ્યા રહ્યા

આ બધું એટલા માટે થયું કારણ કે AI સમિટના પહેલા જ દિવસે નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે ત્યાં ફોટા પડાવવા અને રીલ બનાવવા પહોંચી ગયા. આ દર્શાવે છે કે નરેન્દ્ર મોદીને ફક્ત પોતાની છબી ચમકાવવામાં રસ છે. વિશ્વ સ્તરે દેશની છબી બરબાદ થવાથી તેમને કોઈ ફરક પડતો નથી.

ઇવેન્ટમાં હાજર AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે PM મોદીને ગેજેટ્સ વિશે માહિતી આપી.

ઇવેન્ટમાં હાજર AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે PM મોદીને ગેજેટ્સ વિશે માહિતી આપી.

PM મોદીએ AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું

વિશ્વના સૌથી મોટા ટેકનોલોજી ઇવેન્ટ્સમાંથી એક ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ઔપચારિક ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરીના રોજ કર્યું હતું. આ ઇવેન્ટ 20 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલશે. સમિટની સાથે સાથે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સપો 2026’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

એક્સપોમાં દુનિયાભરની કંપનીઓએ પોતાના લેટેસ્ટ AI સોલ્યુશન્સ રજૂ કર્યા છે. અહીં સામાન્ય લોકો જોઈ શકશે કે AI વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે અને ભવિષ્યમાં AI થી ખેતી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં શું ફેરફારો આવવાના છે. સુંદર પિચાઈ, સેમ ઓલ્ટમેન જેવા ટેક દિગ્ગજો પણ ઇવેન્ટમાં સામેલ થઈ રહ્યા છે.

દિલ્હીના ભારત મંડપમમાં 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’ની અસર હવે સમગ્ર NCRના હોટલ ભાડા પર દેખાઈ રહી છે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ગુરુગ્રામ, નોઇડા અને ફરીદાબાદની લક્ઝરી અને બિઝનેસ હોટલોનું ભાડું 3 ગણું વધી ગયું છે.

ગુરુગ્રામની ‘ધ લીલા એમ્બિયન્સ’માં એક રાતનું ભાડું 6.15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ ગણું વધારે છે. આ મેગા ઇવેન્ટમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે.

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સ એક્સપોમાં ભાગ લેવા માટે 16 ફેબ્રુઆરીએ ભારત આવી ચૂક્યા છે.

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સ એક્સપોમાં ભાગ લેવા માટે 16 ફેબ્રુઆરીએ ભારત આવી ચૂક્યા છે.

ભારે ડિમાન્ડને કારણે 18 ફેબ્રુઆરી માટે હોટલોએ પોતાના રેટ્સ 50% થી લઈને 300% સુધી વધારી દીધા છે. મેકમાયટ્રિપના ડેટા મુજબ, જે રૂમ માર્ચના પહેલા અઠવાડિયામાં સસ્તા મળી રહ્યા છે, તેમની કિંમત અત્યારે ઘણી વધારે છે.

16 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીએ 'AI ઇમ્પેક્ટ સમિટ 2026'નું ઉદ્ઘાટન કર્યું.

16 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીએ ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ઉદ્ઘાટન કર્યું.

ગુરુગ્રામ: લક્ઝરી સ્યુટ્સના ભાવ ₹5 લાખને પાર

સાયબર સિટી ગુરુગ્રામમાં વધતી માંગની સૌથી વધુ અસર પ્રીમિયમ હોટલો પર પડી છે. ‘ધ લીલા એમ્બિયન્સ’નો પેનોરેમિક સ્યુટ 18 ફેબ્રુઆરી માટે 6.15 લાખ રૂપિયા (ટેક્સ સહિત)માં મળી રહ્યો છે, જ્યારે 9 માર્ચના રોજ આ જ સ્યુટ 1.9 લાખ રૂપિયાનો છે.

આ જ રીતે ‘ધ વેસ્ટિન ગુડગાંવ’માં રોયલ સ્યુટનું ભાડું 2.10 લાખ રૂપિયા પહોંચી ગયું છે, જે સામાન્ય રીતે 90 હજાર રૂપિયાની આસપાસ રહે છે. ‘લી મેરિડિયન’માં પણ કિંગ બેડ રૂમના ભાવ 25,000 થી વધીને 47,200 રૂપિયા થઈ ગયા છે.

મિડ-સ્કેલ હોટલોમાં પણ ભારે ભીડ, રેટ્સ ડબલ થયા

ફક્ત ફાઇવ સ્ટાર જ નહીં, મધ્યમ શ્રેણીની બિઝનેસ હોટલોના ભાવ પણ બમણા થઈ ગયા છે. સેક્ટર 29 સ્થિત ‘લેમન ટ્રી પ્રીમિયર’માં ડીલક્સ રૂમનું ભાડું 13,375 થી વધીને 26,563 રૂપિયા થઈ ગયું છે. સોહના રોડ સ્થિત ‘રેડિસન હોટેલ’માં પણ રૂમ લેવા માટે હવે 12,951 ને બદલે 22,416 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે દિલ્હીની હોટલો ફૂલ હોવાને કારણે લોકો ગુરુગ્રામ તરફ વળી રહ્યા છે.

સેક્ટર 29 સ્થિત 'લેમન ટ્રી પ્રીમિયર'માં ડીલક્સ રૂમનું ભાડું બમણું થઈ ગયું છે.

સેક્ટર 29 સ્થિત ‘લેમન ટ્રી પ્રીમિયર’માં ડીલક્સ રૂમનું ભાડું બમણું થઈ ગયું છે.

નોઈડા: અહીં સૌથી વધુ ટકાવારીમાં વધેલા ભાવ

ભાડામાં સૌથી વધુ ટકાવારીનો વધારો નોઈડામાં જોવા મળી રહ્યો છે. નોઈડાના ‘સેવોય સ્યુટ્સ’માં ટ્વીન બેડ સ્યુટનું ભાડું 18 ફેબ્રુઆરી માટે 89,208 રૂપિયા છે, જ્યારે 9 માર્ચે તે 13,989 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે અહીં ભાવ 6 ગણાથી પણ વધુ વધી ગયા છે. સેક્ટર 62ના ‘બ્લૂમ હોટેલ’માં પણ ભાડું 6,000 થી વધીને 15,000 રૂપિયાને પાર કરી ગયું છે. સેન્ડલ સ્યુટ્સમાં પણ ભાવ બમણા થઈ ગયા છે.

ફરીદાબાદ અને સૂરજકુંડમાં પણ અસર

દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં પણ હોટલોનું બુકિંગ ઝડપી છે. ‘રેડિસન બ્લુ ફરીદાબાદ’માં સુપિરિયર રૂમનું ભાડું 15,611 થી વધીને 25,090 રૂપિયા થઈ ગયું છે. જ્યારે ‘તાજ સૂરજકુંડ’માં પણ નજીવો વધારો જોવા મળ્યો છે, જ્યાં ભાડું 18,800 રૂપિયાની આસપાસ જળવાઈ રહ્યું છે. ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલના ચેરપર્સન જ્યોતિ મયાલનું કહેવું છે કે સમિટના કારણે ઇન્ટરનેશનલ ડેલિગેટ્સની સંખ્યા વધી છે, જેનાથી ઓક્યુપન્સી લેવલ ટોચ પર છે.

મોહનદાસ પાઈ બોલ્યા- ₹30 લાખનું ભાડું ભારતની બદનામી

આ પહેલા સમાચાર આવ્યા હતા કે દિલ્હીની કેટલીક હોટલોમાં ભાડું 30 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આના પર ઇન્ફોસિસના પૂર્વ સીએફઓ મોહનદાસ પાઈએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા (X) પર લખ્યું, “30 લાખનું ભાડું વાહિયાત છે. આ ભારતની છબી ખરાબ કરી રહ્યું છે. એવું લાગે છે કે જાણે આપણે વિદેશી મહેમાનોને લૂંટી રહ્યા છીએ. હોટેલ ચેઇનને એક ‘કોડ ઓફ કન્ડક્ટ’ બનાવવો જોઈએ.” તેમણે કહ્યું કે ભારતમાં રૂમની સંખ્યા દુબઈ અને ન્યૂયોર્ક જેવા શહેરોની સરખામણીમાં ઘણી ઓછી છે, જેને વધારવાની જરૂર છે.

માગ વધુ અને પુરવઠો ઓછો હોવો એ મોટું કારણ

ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH) ના બોર્ડ મેમ્બર અનિલ કલસીએ જણાવ્યું કે ભારતમાં હોટેલ રૂમની માંગ પુરવઠાની સરખામણીમાં ઘણી વધારે છે. તેમણે જણાવ્યું કે એરોસિટીના બીજા તબક્કામાં નવા રૂમ ઉમેરાઈ રહ્યા છે, પરંતુ તેમાં સમય લાગશે. સરકારે હોટેલ માલિકોને સરળતાથી મૂડી ઉપલબ્ધ કરાવવી જોઈએ અને હોટેલ શરૂ કરવાની મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ જેથી ક્ષમતા વધારી શકાય.