Diabetes Type : ગંભીર રોગ ડાયાબિટીસ 1 અને ડાયાબિટીસ 2 વચ્ચેનો જાણો તફાવત

Last Updated: January 29, 2026By

ડાયાબિટીસ એક ગંભીર રોગ છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એક ચયાપચયની બિમારી છે જે લોહીમાં ખૂબ ખાંડ અથવા હાઈ બ્લડ ગ્લુકોઝમાં પરિણમે છે. સામાન્ય કરતાં વધુ સુગર લેવલ ગંભીર આરોગ્યની સ્થિતિનું કારણ બની શકે છે અને તમારી ચેતા, આંખો, કિડની અને અન્ય અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. ગંભીર રોગ ડાયાબિટીસ પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસ હોય છે. આ બંને વચ્ચે શું તફાવત છે આવો જાણીએ.

ડાયાબિટીસ ટાઇપ 1

ડાયાબિટીસ ટાઇપ 1માં શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી. ડાયાબિટીસ ટાઇપ 1 મોટે ભાગે બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ રોગપ્રતિકારક શક્તિ સ્વાદુપિંડના કોષો પર હુમલો આ રોગ થવાનું કારણ છે. થોડા અઠવાડિયામાં શરીરમાં આ બીમારીના લક્ષણો ખૂબ જ ઝડપથી દેખાય છે. આ બીમારીને તેને અટકાવી શકાતી નથી. આ રોગના દર્દીએ દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા ફરજિયાત છે.

ડાયાબિટીસ ટાઇપ 2

આ બીમારીમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અથવા પૂરતું બનતું નથી. ડાયાબિટીસ ટાઇપ 2 સામાન્ય રીતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ આજકાલ આ બીમારીનું યુવાનોમાં પણ પ્રમાણ વધ્યું છે. આ રોગમાં જલ્દી લક્ષણો દેખાતા નથી. શરીરમાં ધીમે ધીમે લક્ષણો વિકસે છે, કેટલાક કિસ્સામાં વર્ષો સુધી આ રોગની દર્દીને ખબર પડતી નથી. આ બીમારી થવાનું મુખ્ય કારણ નબળી જીવનશૈલી, મેદસ્વીપણું અને આનુવંશિકતા માનવામાં આવે છે. નિદાન થયા બાદ આ રોગમાં સ્વસ્થ ખોરાક, કસરત અને દવાઓ. જરૂર પડે તો ઇન્સ્યુલિન લેવા પડે. તંદુરસ્ત જીવનશૈલી દ્વારા આ બીમારીને અટકાવી અને નિયંત્રિત કરી શકાય છે.

Leave A Comment