Digital Arrestનો છે આ ટર્નિગ પોઇન્ટ, માત્ર બે કારણ અને તમારાં બેંકના કરોડો રૂપિયા સ્વાહા!
આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગ લોકોના મનમાં ડર પેદા કરીને લૂંટ ચલાવી રહ્યા છે, જેને ‘ડિજિટલ અરેસ્ટ’ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં પણ આ અંગે ચેતવણી આપી છે, છતાં ભણેલા-ગણેલા લોકો પણ આ જાળમાં ફસાઈ રહ્યા છે. આ સ્કેમ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે બે કિસ્સાઓ જોવા જેવા છે.
ડર જ્યારે હાવી થઈ જાય
ડર જ્યારે હાવી થઈ જાય રિચા મિશ્રા નામના યુવતી આ સ્કેમનો શિકાર બન્યા. તેમને જ્યારે ફોન આવ્યો ત્યારે તેમને સાયબર ક્રાઈમ વિશે ખબર તો હતી, પરંતુ સ્કેમરોએ તેમના દસ્તાવેજોના દુરુપયોગની એવી વાતો કરી કે તેઓ ડરી ગયા. મનમાં જાગેલો એક નાનકડો ફાળ ક્યાંક ખરેખર મારું આધાર કાર્ડ ખોટી જગ્યાએ તો વપરાયું નથી ને? તેમને સ્કેમરોના ચંગુલમાં ફસાવવા માટે પૂરતો હતો. ઠગ લોકો આ ‘ડર’નો જ ફાયદો ઉઠાવે છે.
સમજદારીથી બચાવ
બીજી તરફ, સુમિત કુમારે સમયસૂચકતા દાખવી. તેમને કોલ આવ્યો કે તેમના નામે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે અને તેમાં તેમનું આધાર કાર્ડ પણ છે. ઠગોએ વિશ્વાસ અપાવવા આધાર કાર્ડનો ફોટો પણ મોકલ્યો. પરંતુ સુમિત ડરવાને બદલે મક્કમ રહ્યા. તેમણે સ્કેમરોને સામો જવાબ આપ્યો કે, હું પોતે પોલીસ સ્ટેશન જઈને વાત કરીશ. આ સાંભળતા જ ઠગ ગભરાઈ ગયા. સુમિતે તુરંત ‘સંચાર સાથી’ પોર્ટલ પર જાણ કરી અને ઠગનો નંબર બ્લોક કરી દીધો.
ડિજિટલ અરેસ્ટની પેટર્ન અને બચવાના ઉપાયો
સાયબર ઠગ સામાન્ય રીતે ૯ સ્ટેજમાં આ સ્કેમ આચરે છે. તેની શરૂઆત અજાણ્યા નંબર પરથી ‘પાર્સલમાં ડ્રગ્સ’ અથવા ‘બેંક ખાતાના દુરુપયોગ’ના ખોટા સમાચારથી થાય છે. આનાથી બચવા માટે નીચેની બાબતો ગાંઠે બાંધી લેવી જોઈએ:
પોલીસ ક્યારેય વીડિયો કોલ નથી કરતી: ભારતની કોઈ પણ કાયદાકીય એજન્સી વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી કે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.
ચૂપ રહેવાનું દબાણ: જો ફોન કરનાર વ્યક્તિ તમને કોઈને જાણ કરવાની ના પાડે અથવા રૂમમાં પુરાઈ રહેવા કહે, તો સમજી લેવું કે તે સ્કેમર છે. અસલી પોલીસ હંમેશા વકીલ કે પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપે છે.
નાણાકીય વ્યવહાર: સરકારી એજન્સીઓ ફોન પર ક્યારેય દંડ કે પૈસા માંગતી નથી. તે હંમેશા તમને સત્તાવાર રીતે ઓફિસ કે પોલીસ સ્ટેશન બોલાવે છે.
ડેટા સુરક્ષા: ક્યારેય પણ ફોન પર OTP, બેંક વિગતો કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
આ પણ વાંચોઃ , મૃત્યુ પહેલાં શું અનુભવે છે માણસ? વૈજ્ઞાનિકોનો ખુલાસો મોત પહેલા દેખાય છે આ વસ્તુ!
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

