DMart Avenue Supermarts Q3 Profit Rises 18.27 Percent; Net Profit Reaches 855.78 Crore | ડી-માર્ટને ત્રીજા ક્વાર્ટરમાં ₹856 કરોડનો નફો: રેવન્યુ 13% વધીને ₹18,100 કરોડ; એક વર્ષમાં કંપનીનો શેર માત્ર 4% વધ્યો
- Gujarati News
- Business
- DMart Avenue Supermarts Q3 Profit Rises 18.27 Percent; Net Profit Reaches 855.78 Crore
મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
રિટેલ ચેઇન ડી-માર્ટનું સંચાલન કરતી કંપની એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 855.78 કરોડ રૂપિયાનો નફો (કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ) થયો છે. વાર્ષિક ધોરણે આ 18.27% વધ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં પણ કંપનીને ₹723.54 કરોડનો નફો થયો હતો.
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ડી-માર્ટે ઓપરેશનથી ₹18,100.88 કરોડની આવક (રેવન્યુ) જનરેટ કરી. વાર્ષિક ધોરણે આ 13.32% વધ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક ₹15,972.55 કરોડ રહી હતી. વસ્તુઓ અને સેવાઓના વેચાણથી મળતા પૈસાને આવક અથવા રાજસ્વ કહેવાય છે.
કંપનીનો શેર એક વર્ષમાં માત્ર 4% વધ્યો
શુક્રવારે એવન્યુ સુપર-માર્ટ (ડી-માર્ટ)નો શેર 0.45% વધીને 3,807ના સ્તરે બંધ થયો હતો. કંપનીનો શેર એક વર્ષમાં માત્ર 4% વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં તે 9% અને એક મહિનામાં 1% ઘટ્યો છે.
સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક છે દમાણી
સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી છે. તેમણે 2002માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી ડી-માર્ટની શરૂઆત કરી હતી. અહીં તેમણે ડી-માર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો હતો. 1999માં દમાણીએ નવી મુંબઈના નેરુલમાં ‘અપના બજાર’ની એક ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી, પરંતુ તેમને આ મોડેલ ફાવ્યું ન હતું.
ડી-માર્ટે 2017માં શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું
ડી-માર્ટ સુપરમાર્કેટ ચેઇનને એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ASL) ઓપરેટ કરે છે. એવન્યુ સુપરમાર્ટ્સના CEO નેવિલ નોરોન્હા છે. 68 વર્ષીય રાધાકિશન દમાણીની કંપની ડી-માર્ટે 2017માં શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું.
ડી-માર્ટ 21 માર્ચ 2017 ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ હતી, તે દિવસે કંપનીનું માર્કેટ કેપ 39,988 કરોડ રૂપિયા હતું. હવે કંપનીનું માર્કેટ કેપ 2.48 લાખ કરોડ રૂપિયા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

