Donald Trumpએ આ દેશને આપી હતી જાહેરમાં ધમકી, ભારતે હવે તેની સાથે જ મિલાવ્યો છે હાથ, વૈશ્વિક રાજનીતિ સુધારવાનો સંકલ્પ
તો આ તરફ, કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે ફ્રાંસના પ્રવાસ દરમિયાન કહ્યુ છે કે, ભારત અને ફ્રાંસ એકત્ર થઇને કામ કરશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિનો અમેરિકાએ ઉડાવ્યો મજાક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોં મામલે ખુલાસો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટૈરિફ મામલે મૈક્રોંનો મજાક બનાવ્યો હતો અને કહ્યુ હતુ કે, તેઓ મારી પાસે આવ્યા હતા. અને કહ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ તમે જે પણ કંઇ ઇચ્છો છો તે મહેરબાની કરીને જનતાને ન કહેતા. હું તમારી ભીખ માંગુ છું. ટ્રમ્પના જણાનવ્યા મુજબ મૈક્રોંએ આ વાત દવાઓ પર લગાવવામાં આવેલા ટૈરિફ મામલે કહી હતી.
યૂરોપ પ્રવાસે કેમ છે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર?
કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર યૂરોપ પ્રવાસે છે. આ પ્રવાસ બાબતે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, યૂરોપ સાથે સંબંધ વધુ ગાઢ બનશે. ભારતમાં યૂરોપ સાથે જોડાયેલા મામલાઓ, FTA, ટેક્નોલોજીના મુદ્દા, સેમીકન્ડક્ટર, રેલવે, ડિફેન્સ અને એવિએશન પર ચર્ચા કરી છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, આ વાતચીત અને બેઠક દ્વારા બન્ને દેશો વધુ નજીક આવશે. અને વિશ્વાસ વધુ મજબૂત બનશે.
મૈક્રોંને અમેરિકાએ શું આપી હતી ધમકી?
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેઓએ મૈક્રોં પાસેથી પ્રિસ્ક્રિપ્શન દવાઓની કિંમત વધારવા મામલે કહ્યુ હતુ. કારણ કે, અમેરિકા, ફ્રાંસીસી કન્ઝૂમર્સની તુલનામાં 14 ગણું વધુ ચુકવણી કરી રહ્યા છે. આ એવો પ્રસ્તાવ હતો. જેને ફ્રાંસના રાષ્ટ્રપતિએ શરૂઆતમાં માનવાથી ઇન્કારો કર્યો હતો. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓએ બાદમાં ફ્રાંસને અલ્ટીમેટમ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, ફ્રાંસ અમેરિકાની શરતો માને અથવા શૈમ્પેન અને વાઇન સહિત તમામ ફ્રેંસ પ્રોડક્ટ પર 25 ટકા ટૈરિફ આપવા મામલે તૈયારી કરી રાખે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

