Donald Trump Calls Sundar Pichai A Monster; White House Meeting Video

Last Updated: October 1, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વૈશ્વિક દોડ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ સાથે હાઇ-પ્રોફાઇલ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન AIના નિયમન જેવા ગંભીર મુદ્દાઓ ચર્ચાયા, પરંતુ સૌથી વધુ ચર્ચા ટ્રમ્પ અને ગૂગલના CEO સુંદર પિચાઇ વચ્ચે થયેલી હળવી રકઝકની થઈ રહી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

“આ વ્યક્તિ મોન્સ્ટર છે!”: ટ્રમ્પે કેમ કરી આવી ટિપ્પણી? 29 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં Google, Meta, Nvidia અને Anthropic જેવી દિગ્ગજ ટેક કંપનીઓના વડાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ ટ્રમ્પ જ્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા, ત્યારે સુંદર પિચાઇ કંઈક બોલવા આગળ આવ્યા. ટ્રમ્પે તેમને હળવાશથી અટકાવતા તેમની તરફ ઈશારો કરીને કહ્યું:

QuoteImage

“આ વ્યક્તિ એક ‘મોન્સ્ટર’ છે, છતાં સામાન્ય લોકો તેમને ઓળખતા પણ નથી. તેમની જિંદગી કેટલી શાનદાર છે કે તેઓ આટલા મોટા ‘મોન્સ્ટર’ હોવા છતાં સતત મીડિયાની લાઇમલાઇટમાં રહેવું પડતું નથી. જો તમારે નામ યાદ રાખવું હોય તો બસ ‘સુંદર’ યાદ રાખો!”

QuoteImage

અહીં ટ્રમ્પે ‘મોન્સ્ટર’ શબ્દ કોઈ નકારાત્મક સંદર્ભમાં નહીં, પરંતુ ટેક જગતમાં સુંદર પિચાઇના પ્રચંડ પ્રભાવ, જબરદસ્ત સિદ્ધિઓ અને અસાધારણ સફળતાની પ્રશંસા કરવા માટે અમેરિકન સ્લેંગ તરીકે વાપર્યો હતો.

સુંદર પિચાઇનો હાજરજવાબી પલટવાર

ટ્રમ્પની વાત સાંભળીને પિચાઇ પણ હસી પડ્યા હતા. તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના પોતાના આગવા શાંત અને રમૂજી અંદાજમાં કહ્યું:

QuoteImage

“ઉમ્મીદ રાખું છું કે ‘આઇ એમ અ મોન્સ્ટર’ કરતાં મને કોઈ સારી ટેગલાઇન મળશે!”

QuoteImage

ગૂગલ સીઈઓનો આ હાજરજવાબી જવાબ અને ટ્રમ્પ સાથેનો આ હળવો સંવાદ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે.

હાસ્ય-વિનોદ પાછળનો અસલ એજન્ડા: AI નિયમન પર મોટો નિર્ણય

આ માત્ર એક વાયરલ મોમેન્ટ નહોતી; બેઠકનો મુખ્ય હેતુ ઘણો ગંભીર હતો. ઝડપથી વિકસી રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમોને ડામવા માટે મોટી ટેક કંપનીઓ એક સ્વૈચ્છિક કરાર (Voluntary Agreement) પર સહમત થઈ છે.

આ કરાર હેઠળ કંપનીઓ:

  • પોતાના AI મોડલ્સ પર આંતરિક દેખરેખ વધુ કડક બનાવશે.
  • AI જોખમોનું નિયમિત રિવ્યુ કરશે.
  • ત્રીજા પક્ષના બાહ્ય નિષ્ણાતો (External Experts) પાસે સિસ્ટમનું મૂલ્યાંકન કરાવશે.

સુંદર પિચાઇએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “જેવી રીતે કંપનીઓ પોતાના નાણાકીય વહીવટ માટે કડક ‘ફાઇનાન્શિયલ કંટ્રોલ’ અને નિયમો રાખે છે, તેવી જ રીતે હવે સુપર ઇન્ટેલિજન્સના વિકાસમાં પણ આંતરિક નિયંત્રણો અને પ્રક્રિયાઓ લાગુ કરવા ટેક જગત સંમત થયું છે.”

હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ (SI) કહેવાશે!

આ બેઠકની સાથે જ ટ્રમ્પ પ્રશાસને વધુ એક મોટો અને ચોંકાવનારો વહીવટી નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસે 29 સપ્ટેમ્બરે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જે મુજબ હવે તમામ સરકારી દસ્તાવેજોમાં ‘AI’ (Artificial Intelligence)ની જગ્યાએ ‘સુપર ઇન્ટેલિજન્સ’ (Super Intelligence – SI) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

અમેરિકી સરકારી એજન્સીઓ, વિભાગો, સત્તાવાર સંદેશાવ્યવહાર, વાયરલેસ કમ્યુનિકેશન અને પોલિસી દસ્તાવેજોમાં હવે ‘AI’ શબ્દ બદલીને ‘SI’ કરવામાં આવશે. જોકે, આ આદેશ ફક્ત અમેરિકી વહીવટીતંત્રની સત્તાવાર ભાષા પૂરતો સીમિત છે, સામાન્ય બોલચાલ કે વૈશ્વિક સ્તરે હજુ પણ તેને AI તરીકે જ ઓળખવામાં આવશે.

Leave A Comment