ED Summons Tina Ambani Again; Fails Feb 9 Appearance
નવી દિલ્હી25 મિનિટ પેહલા
- કૉપી લિંક
એવું માનવામાં આવે છે કે ન્યૂયોર્કમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટની ખરીદી સંબંધિત નાણાંકીય વ્યવહારોના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીને નવું સમન્સ જાહેર કરશે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગના એક કેસમાં પૂછપરછ માટે તેમને ફરીથી બોલાવવામાં આવશે.
68 વર્ષીય પૂર્વ અભિનેત્રી ટીના અંબાણીને 9 ફેબ્રુઆરીએ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તેઓ પહોંચ્યા ન હતા. અધિકારીઓના મતે, હવે તેમને ટૂંક સમયમાં ફરીથી બોલાવવામાં આવશે.
ન્યૂયોર્કમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટની ખરીદી સાથે જોડાયેલો છે મામલો
એવું માનવામાં આવે છે કે ન્યૂયોર્કના મેનહટનમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ (કોન્ડોમિનિયમ)ની ખરીદી સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના મામલે તેમની પૂછપરછ થવાની છે. EDએ હાલમાં આ મામલે રિલાયન્સ કોમ્યુનિકેશન (RCOM)ના પૂર્વ પ્રેસિડેન્ટ પુનીત ગર્ગની પણ ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર એજન્સીએ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) વિરુદ્ધ બેંક છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિઓના અનેક કેસોની તપાસ માટે હાલમાં એક SITની રચના કરી છે.

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સામે 40,000 કરોડ રૂપિયાના બેંકિંગ અને કોર્પોરેટ ફ્રોડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
અનિલ અંબાણી ગ્રુપ સામે ફ્રોડ-કેસ માટે SITની રચના
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે 40,000 કરોડ રૂપિયાના બેંકિંગ અને કોર્પોરેટ ફ્રોડની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
9 ફેબ્રુઆરીએ સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે આ ટીમ સુપ્રીમ કોર્ટના હાલના નિર્દેશો બાદ બનાવવામાં આવી છે. કોર્ટે આ મામલાની નિષ્પક્ષ અને વહેલી તકે તપાસ કરવા જણાવ્યું હતું.
₹12,000 કરોડની સંપત્તિ પહેલેથી જ જપ્ત થઈ ચૂકી છે
ED ગયા વર્ષથી અનિલ અંબાણી અને તેમના ADAG ગ્રુપની કંપનીઓની તપાસ કરી રહી છે. અત્યાર સુધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ત્રણ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) નોંધવામાં આવી છે.
એજન્સી અત્યાર સુધી ગ્રુપની લગભગ 12,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત એટલે કે અટેચ કરી ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે SIT આવનારા દિવસોમાં કેટલીક વધુ નવી ECIR નોંધી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


