Elon Musk બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, SpaceX અને xAI ના વિલયથી 7 લાખ કરોડ કમાયા
વિશ્વના સૌથી પ્રખ્યાત અને સાહસિક ઉદ્યોગપતિ એલન મસ્કે બિઝનેસ જગતમાં એક મોટો ધડાકો કર્યો છે. મસ્કે પોતાની રોકેટ બનાવતી કંપની SpaceX અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ના વિલયની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક મર્જર બાદ એલન મસ્કની સંપત્તિમાં આભને આંબતો ઉછાળો જોવા મળ્યો છે, જેણે તેમને ઇતિહાસના સૌથી ધનિક વ્યક્તિ બનાવી દીધા છે.
એક જ દિવસમાં કરોડોની કમાણી
આ વિલય બાદ નવી બનેલી સંયુક્ત કંપનીનું કુલ મૂલ્ય $1.25 ટ્રિલિયન પર પહોંચી ગયું છે. આ મોટા ફેરફારને કારણે એલન મસ્કની વ્યક્તિગત સંપત્તિમાં માત્ર એક જ સોદાથી $84 બિલિયન (આશરે ₹7.05 લાખ કરોડ) નો જંગી વધારો થયો છે. બ્લૂમબર્ગ અને અન્ય રિપોર્ટ્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હવે $852 બિલિયન (આશરે ₹71.5 લાખ કરોડ) થી વધુ થઈ ગઈ છે.
હરીફો કરતાં ઘણા આગળ
એલન મસ્કની અમીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ અને ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજની સંપત્તિ $281 બિલિયન છે. મસ્ક તેમના કરતાં $578 બિલિયન વધુ સંપત્તિ ધરાવે છે. એટલે કે, મસ્ક પાસે બીજા ક્રમના અમીર કરતાં લગભગ ત્રણ ગણી વધુ સંપત્તિ છે.
ટેક્નોલોજીનું નવું સામ્રાજ્ય
મસ્કનું માનવું છે કે હવે AI, રોકેટ ટેક્નોલોજી, સેટેલાઇટ ઇન્ટરનેટ અને મીડિયા બધું એકસાથે કામ કરશે. નવી કંપનીમાં મસ્કની હિસ્સેદારી 43% છે, જેનું મૂલ્ય એકલા $542 બિલિયન છે. આ વિલય સાથે હવે SpaceX મસ્કનું સૌથી કિંમતી સાહસ બની ગયું છે. મસ્કની આ વ્યૂહરચના આવનારા સમયમાં સ્પેસ ટ્રાવેલ અને AI ની દુનિયામાં ક્રાંતિ લાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
આ પણ વાંચોઃ Japan: સફેદ મોતની ચાદર નીચે દબાયું ઉત્તરી જાપાન, ભારે હિમવર્ષામાં 35 લોકોના મોત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

