EPFOની મોટી ભેટ, એપ્રિલમાં લોન્ચ થશે નવી મોબાઇલ એપ, હવે UPI થી થશે PF ટ્રાન્સફર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના લાખો સબ્સ્ક્રાઇબર્સ માટે નાણાકીય વ્યવહારોને અત્યંત સરળ બનાવવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ PF ખાતાધારકો પોતાની મહેનતની કમાણી માત્ર એક ક્લિક પર, UPI (Unified Payments Interface) દ્વારા સીધા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે. આ હેતુ માટે EPFO એક ખાસ સમર્પિત મોબાઇલ એપ્લિકેશન પર કામ કરી રહ્યું છે, જે એપ્રિલ 2026 સુધીમાં લોન્ચ થવાની પૂરેપૂરી શક્યતા છે.
શું છે આ નવો પ્રોજેક્ટ?
શ્રમ મંત્રાલયના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એક એવી સિસ્ટમ વિકસાવી રહી છે જેમાં PF ફંડના બે ભાગ હશે. એક ચોક્કસ ભાગ ભવિષ્યની સુરક્ષા માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીનો મોટો ભાગ સબ્સ્ક્રાઇબર્સ તેમની જરૂરિયાત મુજબ UPI દ્વારા તાત્કાલિક ઉપાડી શકશે. આ નવી એપ દ્વારા સબ્સ્ક્રાઇબર્સ પોતાની પાત્રતા મુજબની રકમ જોઈ શકશે અને જેમ આપણે ગૂગલ પે કે ફોન પેમાં વ્યવહાર કરીએ છીએ, તેમ જ UPI પિનનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશે.
નવી એપમાં મળનારી સુવિધાઓ
અત્યાર સુધી સબ્સ્ક્રાઇબર્સને PF સેવાઓ માટે EPFO પોર્ટલ અથવા ‘ઉમંગ’ (UMANG) એપ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ નવી એપ્લિકેશન આવવાથી નીચે મુજબની સુવિધાઓ વધુ ઝડપી બનશે.
તાત્કાલિક ઉપાડ: UPI ગેટવેનો ઉપયોગ કરીને સીધા બેંક ખાતામાં નાણાં જમા થશે.
રીઅલ-ટાઇમ પાસબુક: સબ્સ્ક્રાઇબર્સ કોઈપણ સમયે પોતાનું અપડેટેડ બેલેન્સ જોઈ શકશે.
સરળ ઇન્ટરફેસ: પોર્ટલની જટિલ પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે અને સેવાઓની ડિલિવરીમાં સુધારો થશે.
ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે
હાલમાં આ એપ્લિકેશનનું સઘન પરીક્ષણ (Testing) ચાલી રહ્યું છે. ટેકનિકલ ટીમો એપ્લિકેશનમાં રહેલી નાની-મોટી ખામીઓને દૂર કરી રહી છે જેથી લોન્ચિંગ સમયે યુઝર્સને કોઈ મુશ્કેલી ન પડે. UPI પિનનો ઉપયોગ થવાને કારણે આ ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

