Ex-MLA Bhushan Bhatt Slams BJP Over Khadia Candidate Selection | Gujarat News
અમદાવાદનો ખાડિયા વોર્ડ 1972થી ભાજપનો ગઢ કહેવાય છે.અમદાવાદની 150થી વધુ બેઠકો પર જીત મેળવ્યા છતાં ભાજપના કપાળે કાળી ટીલી લાગી છે. શહેરમાં સૌથી જૂનો કહેવાતો ગઢ આ વખતે ભાજપે ગુમાવ્યો છે.ખાડિયા વોર્ડમાં આ વખતે કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.શહેરમાં 48 વોર્ડમાં 192 બેઠકોમાંથી 162 બેઠકો આસપાસનું પરિણામ જાહેર થઈ ગયું છે.ભાજપને આટલી મોટી જીત મળી છતાં એક કાળી ટીલી લાગી ગઈ છે.
ઉમેદવાર અંગે મને પૂછવામાં નથી આવ્યું
ખાડિયાના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ભાજપની એક પણ સીટ નહીં આવતા રોષ ઠાલવ્યો છે. ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, ડેમોગ્રાફી બદલાતા તેની અસર મતદાન પર જોવા મળી છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ અપ પ્રચાર કર્યો હતો. વોટ નહીં આપો તો નામ કમી થઈ જશે તેવી વાતો કરી હતી. બીજી તરફ અમારા શિર્ષ નેતૃત્વ તરફથી ઉમેદવાર અંગે મને પૂછવામાં નથી આવ્યું. ચૂંટણી દરમિયાન મને અને મારા પરિવારને બદનામ કરાયો છે. મારે કોઈના નામમાં નથી પડવું.પૈસા કે ગેરકાયદે બાંધકામ સાબિત કરો તો રાજકારણ છોડી દઈશ. આ વખતે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાધી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

