Eye Care Tips : સૂતા પહેલા મોબાઈલ વાપરવાની આદત છે? સાવધાન! આંખોના સ્વાસ્થ્યને થઈ શકે ગંભીર નુકસાન
રાત્રે પથારીમાં સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ અને વીડિયો જોવાની આ આદત તમારી આંખો અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે ખરાબ અસર કરે છે. આજકાલ, મોબાઇલ ફોન જીવનનું કેન્દ્ર બની ગયું છે. પરંતુ વધુ પડતા મોબાઈલ અને ખાસ કરીને રાત્રિના સમયે મોબાઈલ જોવાથી આંખોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
મોબાઈલનો ઉપયોગ બન્યું વ્યસન
લોકો એક યા બીજા કારણોસર સતત મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે. મોબાઈલ આજે એક વ્યસન બન્યું છે. પથારીમાં સૂતી વખતે વીડિયો જોવું, ટેક્સ્ટ કરવું કે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું એ આજકાલ બહુ સામાન્ય બાબત છે. જયાં સુધી લોકો રાત્રે મોબાઈલનો ઉપયોગ ના કરે ત્યાં સુધી તેમને ઊંઘ આવતી નથી. પણ આ આદત ધીમે ધીમે તમારી આંખો પણ નબળી પડી છે. જો કે, તમને તેની અસર તરત જ ન પણ લાગે.
મોબાઈલ બ્લુ લાઈટની આંખની દ્રષ્ટિ પર અસર
રાત્રે મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ આંખની દ્રષ્ટિને ખરાબ કરે છે. મોબાઇલ સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન ઘટાડે છે. જે એક હોર્મોન છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે . આનાથી ઊંઘમાં વિલંબ, વારંવાર વિક્ષેપ અને સવારે થાકની લાગણી થઈ શકે છે. જો આ લાંબા સમય સુધી ચાલુ રહે તો તણાવ અને માનસિક તકલીફ વધી શકે છે.
રાત્રે મોબાઈલનો ઉપયોગ, આંખોમાં થાય છે આ સમસ્યાઓ
રાત્રિના અંધારામાં મોબાઈલ ફોન જોવાથી આંખો પર વધુ ભાર પડે છે. સતત સ્ક્રીન જોવાથી આંખોમાં ઝબકવાનું ઓછું થાય છે, જેના કારણે આંખોમાં શુષ્કતા, બળતરા, ભારેપણું અને પાણી આવવા લાગે છે. રાત્રે લાંબા સમય સુધી તમારા મોબાઇલ ફોન તરફ જોવાથી નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. આનાથી બાળકો અને યુવાનોમાં માયોપિયા, અથવા દૂરથી સ્પષ્ટ રીતે ન જોવાની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચો : Makar Sankranti 2026 : મકરસંક્રાંતિ માટે રેલ્વેની મોટી તૈયારી, 150 ખાસ ટ્રેનોની જાહેરાત
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

