Family Business Series Update; Anil Kapoor Vijay Varma Hansal Mehta Corporate War Photos
10 કલાક પેહલા
- કૉપી લિંક
નેટફ્લિક્સની અપકમિંગ ઓરિજિનલ સિરીઝ ‘ફેમિલી બિઝનેસ’ની જાહેરાત થતાં જ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા તેજ બની ગઈ છે. જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાના ડિરેક્શનમાં બની રહેલી આ સિરીઝ સત્તા, લોહીના સંબંધો અને વિશ્વાસઘાતની આસપાસ ફરતી એક હાઈ-વોલ્ટેજ કોર્પોરેટ ડ્રામા છે. સિરીઝમાં અનિલ કપૂર અને વિજય વર્મા પહેલીવાર આ અંદાજમાં સામસામે જોવા મળશે.

‘ફેમિલી બિઝનેસ’માં અનિલ કપૂર અને વિજય વર્મા પહેલીવાર સામસામે જોવા મળશે.
સત્તા, વારસો અને અપમાનની વાર્તા
વાર્તા એક એવા દૂરંદેશી અબજોપતિ ઉદ્યોગપતિથી શરૂ થાય છે, જે ભારતના સૌથી મોટા બિઝનેસ કોંગ્લોમેરેટની કમાન પોતાના પસંદ કરેલા ઉત્તરાધિકારીને સોંપે છે. આ નવો ઉત્તરાધિકારી ઝડપથી ઉભરતો ટાયકૂન છે, જેને લાગે છે કે, હવે સત્તા હંમેશા માટે તેના હાથમાં છે. પરંતુ થોડા જ મહિનાઓ પછી પરિસ્થિતિ પલટાઈ જાય છે. મેન્ટર અચાનક તેને પદ પરથી હટાવી દે છે અને પોતે ફરીથી સત્તાની ખુરશી પર પહોંચી જાય છે.
આ અપમાન અને સત્તા પરથી હકાલપટ્ટી તે વારસદારને બળવાના માર્ગે ધકેલી દે છે. તે હાર માનવાને બદલે વળતો પ્રહાર કરે છે અને કોર્પોરેટ ઉત્તરાધિકારની આ લડાઈ એક નિર્દયી યુદ્ધમાં ફેરવાઈ જાય છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે, જૂના રહસ્યો બહાર આવવા લાગે છે, સંબંધોમાં તિરાડ પડે છે અને ગઠબંધન તૂટવા લાગે છે. પ્રશ્ન માત્ર બિઝનેસ કંટ્રોલનો જ નથી રહેતો, પરંતુ વારસો, લોહીના સંબંધો અને અંગત બદલાની આગ સમગ્ર ફેમિલી એમ્પાયરને તોડવાની અણી પર લાવી દે છે.

‘ફેમિલી બિઝનેસ’ એક હાઈ-વોલ્ટેજ કોર્પોરેટ ડ્રામા છે.
પરિવારના સભ્યો વચ્ચે સત્તા અને અહંકારનો ટકરાવ
સીરીઝની ટીમ અનુસાર, ‘ફેમિલી બિઝનેસ’ દરેક એવા બોર્ડરૂમ પાછળ છુપાયેલા જટિલ અને ગૂંચવાયેલા અંગત સંબંધોની વાર્તા કહે છે, જ્યાં નિર્ણયો ફક્ત ફાઇલો પર જ નહીં, પરંતુ ભાવનાઓ અને અહંકાર પર પણ લેવાય છે. જ્યારે વારસો આશા બની જાય અને લેગસી ટકરાવા લાગે, ત્યારે સત્તા કેટલી ખતરનાક હોઈ શકે છે. આ જ આ વાર્તાનો મૂળભૂત આધાર છે.
આ સીરીઝના ક્રિએટર હંસલ મહેતા અને નિરેન ભટ્ટ છે. વાર્તા દીપાલી ગુપ્તાએ લખી છે, જ્યારે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સની જવાબદારી નિરેન ભટ્ટ, અંકુર પાઠક અને નિખિલ નાયરે સંભાળી છે. પ્રોડક્શન અબંડન્શિયા એન્ટરટેઇનમેન્ટ અને ટ્રુ સ્ટોરી ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે.

‘ફેમિલી બિઝનેસ’માં વિજય વર્માનું અલગ સ્વરૂપ જોવા મળશે.
અનિલ કપૂર અને વિજય વર્મા ઉપરાંત, આ સિરીઝમાં આકાશ ખુરાના, રિયા ચક્રવર્તી, નેહા ધૂપિયા, અનંત નાગ, કનવલજીત સિંહ, ધ્રુવ સહગલ, નંદિશ સંધુ, ટીના દેસાઈ, રાયમા સેન સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. નેટફ્લિક્સની ‘નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ’ સ્લેટ હેઠળ આ સિરીઝની પ્રથમ ઝલક બતાવવામાં આવશે, જ્યારે સંપૂર્ણ વાર્તા આગામી મહિનાઓમાં સામે આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

