Fenugreek Seeds Side Effects: 6 People Who Should Avoid Methi | Gujarati News
ભારતીય રસોડામાં મેથીના દાણાનો ઉપયોગ મુખ્યત્વે મસાલા તરીકે થાય છે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત લોકો આજકાલ વજન ઘટાડવા અને બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા માટે રાત્રે પલાળેલા મેથીના દાણા ખાવાનું કે તેનું પાણી પીવાનું ખૂબ પસંદ કરે છે. ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર આ દાણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી સાબિત થાય છે. જો કે, નિષ્ણાતોના મતે મેથીના દાણા દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી હોતા અને કેટલાક ખાસ સંજોગોમાં તેનું સેવન નુકસાનકારક પણ બની શકે છે.
કોણે ન કરવું જોઈએ મેથીના દાણાનું સેવન?
ડાયાબિટીસ નિષ્ણાત અને ફિઝિશિયનના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ મેથીના દાણા અથવા તેના પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ગર્ભાશયને ઉત્તેજિત કરી શકે છે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી માતાઓએ પણ ડૉક્ટરની સલાહ લીધા વિના તેનું સેવન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની સર્જરીનું આયોજન કરી રહી હોય, તો ઓપરેશનના ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉથી મેથીના દાણા ખાવાનું બંધ કરી દેવું જરૂરી છે, કેમ કે તે રક્તસ્ત્રાવ પર અસર કરી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


