FIDE એવોર્ડ્સ- દિવ્યા દેશમુખ બેસ્ટ ફીમેલ ચેસ પ્લેયર બની:ભારતની ઓપન-વુમન્સ ટીમને બેસ્ટ ટીમ તરીકે પસંદ કરવામાં આવી; સતત ત્રીજી વખત નોના ગાપ્રિન્દાશ્વિલી ટ્રોફી જીતી
ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને FIDE એક્સલન્સ એવોર્ડ્સમાં બેસ્ટ ચેસ પ્લેયર (ફીમેલ) તરીકે પસંદ કરી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન વિમેન્સ વર્લ્ડ કપમાં તેના ખિતાબી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને આ સન્માન મળ્યું. ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવને બેસ્ટ ચેસ પ્લેયર તરીકે પસંદ કર્યો. સમરકંદમાં યોજાયેલા 46મા ચેસ ઓલિમ્પિયાડ બાદ આયોજિત FIDE એક્સલન્સ એવોર્ડ્સમાં ભારતીય ચેસનું વર્ચસ્વ રહ્યું. ઓપન અને વુમન્સ નેશનલ ટીમોને તમામ દેશોની સરખામણીએ સૌથી વધુ સંયુક્ત પોઈન્ટ્સ મેળવવા બદલ બેસ્ટ ટીમ તરીકે પસંદ કરવામાં આવી. તો, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ને બેસ્ટ ફેડરેશન કેટેગરીમાં ત્રીજું સ્થાન મળ્યું. સતત ત્રીજી વખત ભારત પાસે નોના ગાપ્રિન્દાશવિલી ટ્રોફી ભારતે સતત ત્રીજી વખત નોના ગાપ્રિન્દાશવિલી ટ્રોફી પોતાના નામે કરી. આ પહેલાં ભારતીય ટીમે 2022માં ચેન્નઈ અને 2024માં બુડાપેસ્ટમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં આ ટ્રોફી જીતી હતી. સમરકંદમાં ભારતીય ઓપન ટીમે સિલ્વર મેડલ, જ્યારે વિમેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં કુલ 6 વ્યક્તિગત મેડલ પણ પોતાના નામે કર્યા. AICF પ્રમુખે કહ્યું- ભારત માટે ગર્વની ક્ષણ AICF પ્રમુખ નિતિન નારંગે ભારતીય ટીમની ઉપલબ્ધિ પર કહ્યું, “આ ભારત અને ભારતીય ચેસ માટે અત્યંત ગર્વની ક્ષણ છે. સતત ત્રીજી વખત નોના ગાપ્રિન્દાશવિલી ટ્રોફી ઘરે લાવવી, ઓપન સેક્શનમાં સિલ્વર, વુમન્સ સેક્શનમાં બ્રોન્ઝ અને 6 વ્યક્તિગત મેડલ જીતવા મોટી ઉપલબ્ધિ છે.” તેમણે કહ્યું, “ચેન્નઈથી બુડાપેસ્ટ અને હવે સમરકંદ સુધી, આપણા ખેલાડીઓએ વૈશ્વિક મંચ પર તિરંગાનું માન વધાર્યું છે. ભારત હવે માત્ર ચેમ્પિયનો જ પેદા નથી કરી રહ્યું, પરંતુ એક એવું ચેસ ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે જેને સમગ્ર દુનિયામાં ઓળખ મળી રહી છે.” ખેલાડીઓના પરિવાર અને સપોર્ટ સ્ટાફને શ્રેય આપ્યો નિતિન નારંગે આ સફળતાનો શ્રેય ખેલાડીઓ સાથે તેમના પરિવાર, કેપ્ટન, કોચ અને સપોર્ટ સ્ટાફને પણ આપ્યો. તેમણે કહ્યું કે આટલી મોટી સફળતા કોઈ એક વ્યક્તિની મહેનતથી હાંસલ થતી નથી. ટીમના સપોર્ટ સ્ટાફે પડદા પાછળ રહીને દિવસ-રાત કામ કર્યું, જ્યારે ખેલાડીઓના માતા-પિતા અને પરિવાર તેમની સફરનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા. હવે બે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર નજર સમરકંદની સફળતા બાદ ભારતીય ચેસ સામે બે મોટા વર્લ્ડ ચેમ્પિયનશિપ મુકાબલા છે. ડી. ગુકેશે નવેમ્બરમાં જિનીવામાં પોતાના વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલને ડિફેન્ડ કરશે. તો, આવતા વર્ષની શરૂઆતમાં આર. વૈશાલી વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાઇટલ મુકાબલામાં પડકાર રજૂ કરશે. નિતિન નારંગના જણાવ્યા અનુસાર, પુરુષ અને મહિલા બંને કેટેગરીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓની હાજરી દેશમાં ચેસના વધતા સ્તરને દર્શાવે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


