FIFA World Cup 2026: Spain vs Uruguay, France vs Norway

Last Updated: June 26, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક9 કલાક પેહલા

  • કૉપી લિંક

FIFA વર્લ્ડ કપ 2026માં આજે રાત્રે સ્પેન અને ફ્રાન્સની ટીમ રમતી જોવા મળશે. પ્રથમ મેચ સ્પેન અને નોર્વે વચ્ચે રમાશે. બંને ટીમ પહેલાથી જ નોકઆઉટ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આ મેચમાં ફ્રાન્સને સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપે પાસેથી ગોલની અપેક્ષા રહેશે. જ્યારે નોર્વેને FIFA વર્લ્ડ કપમાં કોઈ યુરોપિયન ટીમ સામે પ્રથમ જીતની શોધ છે.

ટુર્નામેન્ટની દાવેદાર ગણાતી સ્પેન પર ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો છે. તેને ઉરુગ્વે સામે કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. જો તે હારી જાય છે અને કેપ વર્ડે સાઉદી અરેબિયા સામે જીતી જાય છે, તો સ્પેન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આજે રાત્રે 6 મહત્વપૂર્ણ મુકાબલા રમાશે. આ તમામ મેચ નોકઆઉટની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. તમામ મેચ ભારતીય સમય અનુસાર 27 જૂને રમાશે.

મેચ-61: યુરોપિયન ટીમની જંગમાં ફ્રાન્સનું પ્રભુત્વ

ગ્રુપ-Iમાં સામેલ ફ્રાન્સ અને નોર્વે આજે આમને-સામને હશે. બંનેના આ ટુર્નામેન્ટમાં 2 મેચમાં 6-6 પોઇન્ટ્સ છે. આ મેચ જીતનારી ટીમ ગ્રુપમાં ટોચ પર રહેશે.

બંને વચ્ચે 15 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ફ્રાન્સે 7 અને નોર્વેએ 4 મેચ જીતી છે. જ્યારે 4 મેચ ડ્રો રહી છે. ફિફા વર્લ્ડ કપમાં બંનેની આ પ્રથમ ટક્કર હશે.

નોર્વે ફિફા વર્લ્ડ કપમાં પોતાના જ ખંડ એટલે કે યુરોપના કોઈપણ દેશને હરાવી શક્યું નથી. યુરોપિયન ટીમ સામે નોર્વેને 5 મેચમાં 3 હાર મળી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે. બીજી તરફ, ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપમાં યુરોપિયન દેશો સામેની છેલ્લી પાંચેય મેચ જીતી છે. જેમાં ઇંગ્લેન્ડ, ક્રોએશિયા અને બેલ્જિયમ જેવી મજબૂત ટીમ પણ સામેલ હતી.

આ મેચમાં ફરી એકવાર સૌની નજર ફ્રાન્સના ખતરનાક ફોરવર્ડ કિલિયન એમ્બાપ્પે પર રહેશે. સાથે જ મિડફિલ્ડર એન્ટોની ગ્રીઝમેન પાસેથી પણ ટીમને આશા હશે.

બીજી તરફ, નોર્વેની આશાઓ સ્ટાર સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડ પર ટકેલી હશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

નોર્વે: નયલેન્ડ, રાયર્સન, ઓસ્ટિગાર્ડ, હાન્ચે-ઓલ્સેન, વોલ્ફ, ઓડેગાર્ડ, બર્ગે, થોર્સ્ટવેડ, બોબ, હાલેન્ડ, નુસા.

ફ્રાન્સ: મેગ્નન, કુંડે, ઉપામેકાનો, સાલિબા, હર્નાન્ડેઝ, ચુઆમેની, કાંટે, ડેમ્બેલે, ગ્રીઝમેન, એમબાપ્પે, થુરમ.

મેચ-62: સેનેગલ અને ઇરાકની ટુર્નામેન્ટમાં છેલ્લી મેચ

સેનેગલ અને ઇરાક છેલ્લી વાર આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. ગ્રુપ-Iમાં સામેલ બંને ટીમ સતત 2 મેચ હારીને FIFA વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગઈ છે. સિનિયર ઇન્ટરનેશનલ ફૂટબોલમાં બંને દેશો વચ્ચે આ પહેલો મુકાબલો હશે.

સેનેગલને અનુભવી ફોરવર્ડ સાદિયો માને પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જ્યારે ઇરાક સ્ટ્રાઈકર અયમન હુસૈનના દમ પર શાનદાર રીતે ટુર્નામેન્ટનો અંત કરવા માંગશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

સેનેગલ: ઇ મેન્ડી, સબાલી, કૌલીબાલી, ડિયાલો, જેકબ્સ, કેમારા, જી ગુએયે, પેપ સાર, ઇસ્માઇલા સાર, જેક્સન, માને.

ઇરાક: હસન, અલી, સુલાકા, તહસીન, દોસકી, રશીદ, અલ-અમ્મારી, બાયેશ, જસિમ, ઇકબાલ, હુસૈન.

મેચ-63: કેપ વર્ડે અને સાઉદી અરબ વચ્ચે કરો યા મરો

ગ્રુપ-H માં કાબો વર્ડે અને સાઉદી અરબ વચ્ચે કરો યા મરોનો મુકાબલો રમાશે. બંને દેશોની સિનિયર ટીમ વચ્ચે કોઈપણ સ્તર પર આ પહેલો મુકાબલો હશે.

બંને ટીમ પાસે નોકઆઉટમાં જવાની આ છેલ્લી તક છે. જો સાઉદી અરબ આ મેચ જીતે છે, તો તેને સ્પેન સામે ઉરુગ્વેની હારની અપેક્ષા રાખવી પડશે. તેનું કારણ સાઉદીનો ખરાબ ગોલ ડિફરન્સ (-4) છે.

બીજી તરફ, કેપ વર્ડેને માત્ર પોતાની મેચ જીતવી પડશે. આ સાથે જ તે નોકઆઉટમાં પ્રવેશ કરશે.

કેપ વર્ડેની આશાઓ તેમના સ્ટાર વિંગર રાયન મેન્ડેસ પર ટકેલી હશે, જે દેશ માટે પોતાની 100મી મેચ રમવા ઉતરશે. જ્યારે સાઉદી અરેબિયાને તેના કેપ્ટન અને અનુભવી વિંગર સાલેમ અલ-દૌસરી પાસેથી ચમત્કારની અપેક્ષા હશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

કેપ વર્ડે: વોઝિન્યા, મોરેઇરા, પિકો, ડિની, પાઉલો, પિના, મેન્ડેસ, દુઆર્ટે, મોન્ટેઇરો, રોડ્રિગ્ઝ, બેન્ચિમોલ.

સાઉદી અરેબિયા: અલ-ઓવેસ, અલ-ગન્નમ, અલ-બુલાયહુ, લાગામી, કાધેશ, અલ-શહરાણી, અલ-ખેબરી, કન્નો, અલ-જુઆયિદ, અલ-દૌસરી, અલ-બુરિકાન.

મેચ-64: સ્પેન અને ઉરુગ્વેને કોઈપણ ભોગે જીત જોઈએ

ઉરુગ્વે અને સ્પેન ગ્રુપ-Hમાં સામેલ છે, જેની તમામ ટીમ નોકઆઉટ માટે દાવેદાર છે. સ્પેન 2 મેચમાં 4 પોઇન્ટ્સ સાથે ગ્રુપમાં ટોચ પર છે. ઉરુગ્વેની બંને મેચ ડ્રો રહી હતી. તે 2 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે.

બંને માટે આ મુકાબલો જીતવો જરૂરી છે. ઉરુગ્વેને કોઈ પણ ભોગે જીતવું જ પડશે. જ્યારે સ્પેન જો હારે છે, તો તેને કેપ વર્ડેની હારની આશા રાખવી પડશે.

બંને દેશો વચ્ચે 10 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાં ઉરુગ્વે આજ સુધી સ્પેનને હરાવી શક્યું નથી. સ્પેને 5 મેચ જીતી છે, જ્યારે 5 મેચ ડ્રો રહી છે.

વર્લ્ડ કપમાં બંને ટીમની આ ત્રીજી ટક્કર હશે. 1950માં મુકાબલો 2-2, જ્યારે 1990માં 0-0થી ડ્રો રહ્યો હતો.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

ઉરુગ્વે: રોશેટ, નાન્દેઝ, અરાઉજો, જિમેનેઝ, ઓલિવિએરા, ઉગાર્તે, વાલ્વર્ડે, પેલિસ્ટરી, ડી અરાસ્કેટા, અરાઉજો, નુનેઝ.

સ્પેન: રાયા, કાર્વાહાલ, લે નોર્મન્ડ, લાપોર્ટે, કુકુરેલા, રોડ્રી, ફેબિયન, લામિન યામલ, ઓલ્મો, નિકો વિલિયમ્સ, મોરાટા.

મેચ-65: ઇજિપ્ત અને ઇરાનમાંથી જીતનારી ટીમ ક્વોલિફાય કરી જશે

ગ્રુપ-Gમાં ઇજિપ્તનો મુકાબલો ઇરાન સામે થશે. બંને ટીમ માટે આ મેચમાં જીત જરૂરી છે. ઇજિપ્ત 2 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇરાન 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ઇરાન આ મેચ જીતતા જ નોકઆઉટ માટે ક્વોલિફાય કરી જશે. બીજી તરફ, ઇજિપ્ત હાર્યા પછી પણ આગલા રાઉન્ડમાં જઈ શકે છે. તેને બેલ્જિયમની હાર માટે પ્રાર્થના કરવી પડશે.

બંને ટીમ વચ્ચે 2 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમાયા છે. ઇરાને 1 મુકાબલો જીત્યો છે, જ્યારે 1 મેચ ડ્રો રહી છે. આ વર્લ્ડ કપમાં બંનેની પ્રથમ ટક્કર હશે.

ઇજિપ્તને તેના સુપરસ્ટાર ફોરવર્ડ મોહમ્મદ સાલાહ પર આશા હશે. જ્યારે ઇરાનને તેના શક્તિશાળી સ્ટ્રાઈકર સરદાર અઝમૌન પાસેથી ગોલની અપેક્ષા હશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

ઇજિપ્ત: અલ-શેનાવી, હાની, અબ્દેલમોનેમ, હેગાઝી, હમદી, અલનેની, ફાથી, ઝીઝો, સલાહ, ટ્રેઝગુએટ, મોસ્તફા મોહમ્મદ.

ઈરાન: બેઇરાનવંદ, રેઝાયન, કનાની, ખલીલઝાદેહ, મોહમ્મદી, એજાતોલાહી, ઘોડોસ, જહાનબક્ષ, તારેમી, ગોલીઝાદેહ, અઝમૌન.

મેચ-66: ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ

ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમની સિનિયર મેન્સ ફૂટબોલ ટીમ પહેલીવાર આમને-સામને થશે. ગ્રુપ-Gમાં સામેલ બેલ્જિયમ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 1 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.

બેલ્જિયમ જીત સાથે જ સુપર-32 માટે ક્વોલિફાય કરી જશે. જ્યારે ન્યૂઝીલેન્ડને જીત સાથે ઈરાનની હારની દુઆ કરવી પડશે અથવા મોટા અંતરથી જીતવું પડશે.

ન્યૂઝીલેન્ડની ટીમને તેના સ્ટાર સ્ટ્રાઈકર અને કેપ્ટન ક્રિસ વુડ પાસેથી ગોલની અપેક્ષા હશે. જ્યારે બેલ્જિયમની મજબૂત ટીમ તેના પ્લેમેકર કેવિન ડી બ્રુઈનના જાદુઈ ખેલના ભરોસે મેદાન પર ઉતરશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

ન્યૂઝીલેન્ડ: ક્રોકોમ્બે, પાઈન, બક્શાલ, બિન્ડોન, કાકાસે, બેલ, ગાર્બેટ, સ્ટેમેનિટ્સ, જસ્ટ, ક્રિસ વુડ, બેન વેન.

બેલ્જિયમ: કાસ્ટીલ્સ, કાસ્તાને, ફાએસ, વર્ટોંઘેન, થિયેટ, ઓનાના, મોંગાલા, ડોકુ, ડી બ્રુઈન, ટ્રોસાર્ડ, લુકાકુ.

Leave A Comment