Flpirache Bangalore Live Performance March 14 | Dhurandhar Rapper India Tour | ‘ધુરંધર’નો ટ્રેન્ડ સેટર રેપર ફ્લિપરાચેની ઇન્ડિયા ટૂર: રહેમાન ડકૈતના એન્ટ્રી સોન્ગથી મળી ઓળખાણ, 14 માર્ચના રોજ બેંગલુરુમાં લાઇવ પરફોર્મ કરશે

Last Updated: January 13, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

બહેરીની સિંગર-રૅપર હુસામ અસીમ, જેને ફ્લિપરાચે તરીકે ઓળખવામાં આવે છે, તેનું તાજેતરનું ગીત FA9LA બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં સામેલ થયું હતું. જે ખૂબ હિટ થયું. હવે રૅપર ટૂંક સમયમાં ભારતમાં ટૂર કરશે.

ફ્લિપરાચેએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે 14 માર્ચે બેંગલુરુમાં UN40 (અંડર 40) મ્યુઝિક ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. તેણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં ભારતના બાકીના શહેરોની તારીખો પણ જાહેર કરવામાં આવશે. રૅપરે ચાહકોને કમેન્ટમાં એ જણાવવા માટે પણ કહ્યું છે કે તેને કયા શહેરમાં શો કરવો જોઈએ.

ફ્લિપરાચેએ વર્ષ 2008માં DJ આઉટલોના નેતૃત્વ હેઠળના આઉટલો પ્રોડક્શન્સ સાથે હાથ મિલાવ્યો હતો.

ફ્લિપરાચેએ વર્ષ 2008માં DJ આઉટલોના નેતૃત્વ હેઠળના આઉટલો પ્રોડક્શન્સ સાથે હાથ મિલાવ્યો હતો.

ફ્લિપરાચેના ફેમસ ગીતોમાં FA9LA, ઈ લા અને નાયદાનો પણ સમાવેશ થાય છે.

ફ્લિપરાચેના ફેમસ ગીતોમાં FA9LA, ઈ લા અને નાયદાનો પણ સમાવેશ થાય છે.

કોણ છે ફ્લિપરાચે? ફ્લિપરાચેને બહેરીની આર્ટિસ્ટ ઓફ ધ યર 2024નો એવોર્ડ મળી ચૂક્યો છે. તેઓ તેમની ખાસ ખલીજી હિપ-હોપ સ્ટાઇલ માટે જાણીતા છે, જેમાં મોર્ડન રેપ અને પરંપરાગત ગલ્ફ મ્યુઝિકનું મિશ્રણ છે.

‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્ના રહેમાન ડકૈતના પાત્રમાં જોવા મળ્યો હતો.

‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્ના રહેમાન ડકૈતના પાત્રમાં જોવા મળ્યો હતો.

FA9LA ગીત મે 2024માં રિલીઝ થયું હતું, પરંતુ ડિસેમ્બર 2025માં ‘ધુરંધર’ ફિલ્મ રિલીઝ થયા પછી તેને ખાસ ઓળખ મળી. ફિલ્મમાં ગીત પર અક્ષય ખન્નાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો.

‘ધુરંધર’ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કમાણીની વાત કરીએ તો ફિલ્મનું ઇન્ડિયન નેટ કલેક્શન 800 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ કલેક્શન 1250 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યું છે. અક્ષય ખન્ના ઉપરાંત ફિલ્મમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત, રાકેશ બેદી અને દાનિશ પંડોર જેવા કલાકારોએ પણ કામ કર્યું. તેનો બીજો ભાગ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે.