French Fries Recipe : બટાકા વગર બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇસ, બાળકો વારંવાર ખાવાની કરશે જીદ

Last Updated: July 27, 2026By

ફ્રેન્ચ ફ્રાઇસનું નામ સાંભળતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે. વરસાદની સિઝન હોય કે પછી કોઈ મીની પાર્ટી ફ્રેન્ચ ફ્રાઈસ બાળકોથી લઈને મોટાઓનો પણ ફેવરિટ નાસ્તો છે. ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બને છે. જે લોકોને બટાકા પસંદ ના હોય તેઓ પણ હવે આ બ્રેકફાસ્ટની મોજ માણી શકશે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બટાકા સિવાય પણ ફ્રેન્ચ ફ્રાઇસ બની શકે છે. આજે તમને ચણાના લોટમાંથી બનતી ફ્રેન્ચ ફ્રાઇસ વિશે જણાવીશું. જાણો બાળકોના નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે સરળતાથી કેવી રીતે બનાવવી. ચણાના લોટની ટેસ્ટી અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇસની સ્પેશિયલ રેસીપી આજે ટ્રાય કરો. સાંજની ચા, બાળકોના ટિફિન કે વીકેન્ડ સ્નેક્સ માટે એક પરફેક્ટ વિકલ્પ છે. 

ફ્રેન્ચ ફ્રાઇસ માટે જરૂરી સામગ્રી

  • ચણાનો લોટ: ૧ કપ
  • લાલ મરચું પાવડર: ½ ચમચી
  • હળદર પાવડર: ૧ ચમચી
  • તેલ: ૨ ચમચી 
  • મીઠું અને પાણી: સ્વાદ અને જરૂરિયાત મુજબ
  • ટામેટાના ટુકડા અને લીલા ધાણા

ફ્રેન્ચ ફ્રાઇસ બનાવવાની સરળ રીત

એક મોટા બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ૨ ચમચી તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરીને સારું મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે ખીરું વધુ પડતું જાડું કે પાતળું ન હોવું જોઈએ. આ મિશ્રણને ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો. એક નોન-સ્ટીક પેન અથવા કડાઈને ધીમા ગેસ પર ગરમ કરો અને તેમાં તૈયાર કરેલું દ્રાવણ ઉમેરો. તેને બંને બાજુ આછા સોનેરી રંગનું થાય ત્યાં સુધી રાંધી લો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને ફ્રેન્ચ ફ્રાઇસની જેમ લાંબી પટ્ટીઓમાં (ટુકડાઓમાં) કાપી લો. કડાઈમાં તેલ ગરમ કરો અને આ ટુકડાઓને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો. તળેલા ફ્રાઇસને ટીશ્યુ પેપર પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તૈયાર ગરમાગરમ ચણાના ફ્રેન્ચ ફ્રાઇસને લીલા ધાણા અને ટામેટાના ટુકડાથી સજાવીને સોસ કે કેચઅપ સાથે સર્વ કરો. બાળકોની પાર્ટી હોય કે સાંજે કંઈક નવું ખાવાનું મન થાય, આ નાસ્તો દરેકને ખૂબ પસંદ આવશે!

આ પણ વાંચો : Monsoon Gut Health: ચોમાસામાં પેટમાં ગૅસ, અફારો અને ઈન્ફેક્શનથી મળશે રાહત, આહારમાં સામેલ કરો આ પ્રોબાયોટિક ફૂડ્સ

Leave A Comment