FSSAI Issues Notice to 14 Food Brands
- Gujarati News
- Business
- FSSAI Issues Notice To 14 Food Brands | Misleading Claims, Labeling Violations India
મુંબઈ10 કલાક પેહલા
- કૉપી લિંક
FSSAI એટલે કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે 14 ફૂડ બ્રાન્ડ્સને નોટિસ જારી કરી છે. ખોટા દાવાઓ, લેબલિંગ નિયમોના ઉલ્લંઘન અને ગ્રાહકોની ફરિયાદોને કારણે આ નોટિસ મોકલવામાં આવી છે. FSSAI એ આ તમામ કંપનીઓને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
1. પ્લક્ક મેંગો ફ્રુટ જ્યુસ
આ પ્રોડક્ટના પેકેટ પર “નો એડેડ સુગર” (ખાંડ ઉમેરવામાં આવી નથી) નો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તેની ઘટકોની યાદીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાં 51% મેંગો પલ્પ અને 49% શેરડીનો રસ શામેલ હોવાનું જણાયું.
2. નેચરલ પનીર
આ બ્રાન્ડે તેની પેકેજિંગ પર “નેચરલ પનીર” નામનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ તપાસમાં જાણ્યું કે આ નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ 2018 ના શેડ્યૂલ V ના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
3. ગૌર હેલ્ધી ફૂડ – સિલ્કન ટોફુ
આ પ્રોડક્ટ પર “100% વેજ” ની ટેગલાઇનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત, પેકેટ પર કોઈ ચોક્કસ મૂલ્ય કે માત્રા જાહેર કર્યા વિના “વિટામિન્સથી ભરપૂર” હોવાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો અને “કેન્સર-વિરોધી ગુણધર્મો” જેવા પ્રતિબંધિત તબીબી દાવાઓ પણ લખવામાં આવ્યા હતા.
4. માસ્ટરચોફ ફૂડ્સ – રામેન નૂડલ્સ
કંપની પોતાની આ પ્રોડક્ટના પેકેજિંગ પર “100% નેચરલ” અને “ફ્રેશલી મેડ” જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી હતી. બજારમાં તેને “હાઈ-ક્વોલિટી ઓર્ગેનિક ફ્લોર” માંથી બનેલું જણાવીને પ્રમોટ કરવામાં આવ્યું હતું, જ્યારે સામગ્રીની સૂચિમાં તે પરંપરાગત “પ્રીમિયમ ક્વોલિટી વ્હાઇટ ફ્લોર” (મેંદો) હોવાનું જણાયું હતું.
5. ફેરરો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ – કિન્ડર જોય
આ પ્રોડક્ટના પેકેટ પર “મિલ્ક સોલિડ્સથી ભરપૂર” (રિચ ઇન મિલ્ક સોલિડ્સ) હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નોટિસ અનુસાર, પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની બનાવટ એ વાતની પુષ્ટિ કરતી નથી કે આ કન્ફેક્શનરી આઇટમમાં મિલ્ક સોલિડ્સનો હિસ્સો સૌથી મુખ્ય કે પ્રમુખ છે.
6. મેડિઝન લેબ્સનું એટમ PWR વે XL
આ વે પ્રોટીન પ્રોડક્ટ પર “પ્યોર એન્ડ હેલ્ધી” અને “100% ઓથેન્ટિક” જેવા ભ્રામક દાવા કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, જાહેરાતમાં જણાવેલ તેના ફાયદાઓ, જેમ કે “ઇઝી ડાયજેસ્ટ” અને “રેપિડ રિકવરી” ના સમર્થનમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.
7. સફોલા ટોટલ હાર્ટ પ્રો કુકિંગ ઓઇલ
આ તેલની જાહેરાત અને પેકેટ પર “હાર્ટ પ્રો” જેવા શબ્દો અને દ્રશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે કોઈપણ પરવાનગી વિના હૃદયના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાનો સંકેત આપે છે. પેકેટ પર લખેલા “ગુડ ફેટ્સ બેલેન્સ” અને “લોસોર્બ” જેવા દાવાઓ માટે પણ કંપની પાસેથી વૈજ્ઞાનિક પુરાવા માંગવામાં આવ્યા છે.
8. ઓરવિલે – માઉન્ટેન બાવર્ચી બુરાંશ સ્ક્વોશ
આ પ્રોડક્ટના લેબલ પર બુરાંશ પલ્પની ટકાવારીની ફરજિયાત ઘોષણા કરવામાં આવી ન હતી જે નિયમો હેઠળ જરૂરી છે. પેકેજિંગ પર મંજૂરી વિના ઔષધીય દાવાઓ પણ લખેલા જોવા મળ્યા.
9. નેક્સા ઇન્ડસ્ટ્રીઝ – આલ્કલાઇન ન્યુટ્રિઅન્ટ વોટર
ભારતીય ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ “આલ્કલાઇન ન્યુટ્રિઅન્ટ વોટર” નામનો કોઈ પણ બ્રાન્ડ નામ કે કેટેગરી સ્ટાન્ડર્ડાઇઝ્ડ નથી. આ ઉપરાંત, પ્રોડક્ટ પર કોઈ પણ મંજૂરી વિના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડતા અનધિકૃત દાવાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
10. રો પ્રેસેરી – આલ્ફોન્સો મેંગો ફ્રુટ ડ્રિંક
આ ડ્રિંકના આગળના લેબલ પર લખવામાં આવ્યું છે કે તેમાં નેચરલ સુગર છે. જોકે, જ્યારે તેની પાછળ આપેલી યાદીની તપાસ કરવામાં આવી, તો તેમાં ફ્રુક્ટોઝને અલગથી ‘એડેડ સુગર’ તરીકે સામેલ કરવામાં આવ્યું હોવાનું જણાયું.
11. ઇન્સિપ્રો ગોલ્ડ પાઉડર વેનિલા
આ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં 100% હાઇડ્રોલાઇઝ્ડ વ્હે પ્રોટીન, ન્યુરો ન્યુટ્રિઅન્ટ્સ અને પ્રોબાયોટિક કન્ટેન્ટ હાજર છે. FSSAI એ આ તમામ દાવાઓને શંકાસ્પદ ગણાવ્યા.
12. હિમાલયન ઓર્ગેનિક્સ કોરિયન જિનસેંગ
આ સપ્લિમેન્ટ દ્વારા “એનર્જી અને પર્ફોર્મન્સને સપોર્ટ” કરવાનો જે દાવો કરવામાં આવી રહ્યો હતો, તેને નિયમનકારી સંસ્થાએ ભ્રામક માન્યો છે. FSSAI એ પણ શોધી કાઢ્યું કે આ સપ્લિમેન્ટની સૂચવેલ સર્વિંગ સાઈઝ (ખુરાકની માત્રા) નિર્ધારિત ઘટક મર્યાદાઓ કરતાં ઘણી વધારે હતી.
13. બિકાનેરવાલા
સોશિયલ મીડિયા પર સ્વચ્છતાના ધોરણોને લઈને મળેલી એક ફરિયાદ બાદ FSSAI એ બિકાનેરવાલાને નોટિસ જારી કરી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે દુકાનના ચાલુ સમય દરમિયાન એક કર્મચારી કિચન કે સર્વિસ એરિયાની અંદર જ જમતો હતો. નિયમનકારે કંપનીને આ મામલાની તપાસ કરવા, કર્મચારીઓની સ્વચ્છતા સંબંધિત પોતાના SOP રજૂ કરવા, કરવામાં આવેલા સુધારાત્મક કાર્યોની રૂપરેખા આપવા અને એક ‘એક્શન ટેકન રિપોર્ટ’ જમા કરવા માટે કહ્યું છે.
14. પરમ ડેરી લિમિટેડ
IRCTC કેટરિંગ સર્વિસિસ દ્વારા સપ્લાય કરવામાં આવતા પરમ ડેરીના દહીં અને રબડી પ્રોડક્ટ્સમાં ફંગસ લાગવાની ગ્રાહક ફરિયાદો બાદ કંપની તપાસના ઘેરામાં આવી છે. રેગ્યુલેટરે કંપનીને નિર્દેશ આપ્યો છે કે તે પોતાના પ્રોડક્ટ્સની સોર્સિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટની પદ્ધતિઓની સંપૂર્ણ જાણકારી આપે, જેથી બજારમાં એક્સપાયર્ડ સામાનના વેચાણને રોકી શકાય.
નોલેજ પાર્ટ : શું છે FSS Act, 2006 અને ગ્રાહકોના અધિકારો?
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS Act), 2006 ભારતમાં વેચવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા નક્કી કરતો મુખ્ય કાયદો છે. આ અંતર્ગત કોઈ પણ કંપની પોતાના ફાયદા માટે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકતી નથી. જો કોઈ બ્રાન્ડ પેકેજિંગની આગળ કંઈક બીજું લખે છે અને પાછળ સામગ્રીમાં કંઈક બીજું નીકળે છે, તો ગ્રાહકો તેની ફરિયાદ કરી શકે છે. નિયમોનું ઉલ્લંઘન જણાય તો કંપનીઓ પર ભારે દંડ લગાવવા અને તેમનું લાઇસન્સ રદ કરવા સુધીની જોગવાઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


