FSSAI Notice to Red Bull, Sting, and 4 Other Energy Drink Brands | Gujarat News

Last Updated: July 3, 2026By

આ બ્રાન્ડ્સમાં રેડ બુલ, સ્ટિંગ અને અન્ય લોકપ્રિય એનર્જી ડ્રિંક્સનો સમાવેશ થાય છે. 

ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરનારા દાવાઓનો આરોપ 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરનારા દાવાઓનો આરોપ લગાવતી ઘણી પીણા બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે. આ બ્રાન્ડ્સમાં સ્ટિંગ એનર્જી ડ્રિંક, રેડ બુલ, પેપ્સિકોનું એડ્રેનાલિન રશ અને હેલ એનર્જી ડ્રિંકનો સમાવેશ થાય છે. FSSAI અનુસાર, આ કંપનીઓએ તેમના ઉત્પાદનોને ‘એનર્જી ડ્રિંક્સ’ તરીકે માર્કેટિંગમાં લોન્ચ કર્યા હતા. જોકે FSSAIએ ‘એનર્જી ડ્રિંક્સ’ અથવા સમાન ઉત્પાદનો માટે કોઈ ધોરણો સૂચિત કર્યા નથી. ફૂડ કેટેગરી સિસ્ટમનો ઉપયોગ ઉત્પાદન નામકરણ અથવા લેબલિંગ માટે કરી શકાતો નથી. આ બ્રાન્ડ્સે ઊર્જા સ્તર વધારવા,” ધ્યાન વધારવા અને શરીરને ઉર્જા આપે છે જેવા કાર્યાત્મક અને ઉપચારાત્મક દાવાઓ પણ કર્યા હતા, જે FSS એક્ટ 2006 અને સંબંધિત નિયમો હેઠળ માન્ય નથી. 

કેમ વિવાદાસ્પદ છે આ ઉત્પાદનો ?

આ બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં ઘણીવાર કેફીન અને અન્ય ઉત્તેજકો હોય છે. જે વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. FSSAIએ જણાવ્યું છે કે, ગ્રાહકોએ આ પ્રકારના ઉત્પાદનો વિશે સાવધ રહેવું જોઈએ. ખાસ કરીને યુવાનોએ આ જોખમથી વાકેફ રહેવું જોઈએ. નોટિસ બાદ, આ કંપનીઓ વિશે પ્રશ્નો ઉભા થયા છે. તેમની માર્કેટિંગ વ્યૂહરચનાઓ અને ઉત્પાદનની પ્રામાણિકતા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. નિષ્ણાતો માને છે કે, જો કંપનીઓ આ નોટિસોનો યોગ્ય રીતે જવાબ નહીં આપે, તો તેમને કાનૂની દંડનો સામનો કરવો પડી શકે છે. આ તેમની બ્રાન્ડ છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ગ્રાહકોની શુ છે પ્રતિક્રિયા ?

ગ્રાહકો પણ આ વિકાસથી ચિંતિત છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે, અને કેટલાકે સલામતીને પ્રાથમિકતા આપીને આ ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકો કહે છે કે તેઓ પહેલા આ કંપનીઓ પર વિશ્વાસ કરતા હતા, પરંતુ હવે એવું કરતા નથી.

કંપનીઓની સ્થિતિ

ઘણી બ્રાન્ડ્સે હજુ સુધી આ બાબતે નિવેદનો જારી કર્યા નથી. જો કે, ઉદ્યોગમાં એવી ચર્ચા છે કે આ બ્રાન્ડ્સ આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને તેમના ઉત્પાદનો માટે તેમની જાહેરાત વ્યૂહરચનામાં સુધારો કરશે. આ ઘટના બાદ, FSSAIએ સ્પષ્ટતા કરી છે કે તે ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કોઈપણ બેદરકારી સહન કરશે નહીં. આગામી દિવસોમાં, તે જોવાનું બાકી છે કે કંપનીઓ તેમના ઉત્પાદન પ્રમોશનમાં શું ફેરફાર કરે છે અને શું તેઓ ઉદ્યોગના નિયમોનું પાલન કરે છે?, તે જોવું રહ્યુ. 

આ પણ વાંચોઃ આયાતુલ્લાહ ખામેનીના શબપેટી પર મુકેલા લાલ ધ્વજે જગાવી ચર્ચા, જાણો શુ છે રહસ્ય?

Leave A Comment