Galgotiyas University AI Summit Robot Dog Controversy; Orion AI Tech

Last Updated: February 18, 2026By

નવી દિલ્હી6 કલાક પેહલા

  • કૉપી લિંક

ગાલગોટિયાસ યુનિવર્સિટી, જેણે ચાઇનીઝ રોબોટ્સ અને કોરિયન ડ્રોનને પોતાનો પ્રોજેક્ટ ગણાવ્યો, તેને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોમાંથી હાંકી કાઢવામાં આવી છે. આયોજકોએ પહેલા યુનિવર્સિટીના પેવેલિયનની વીજળી કાપી નાખી, પછી તેને તાળું મારી બેરિકેડ કરી દીધું.

આ કાર્યવાહી એક વીડિયો વાઇરલ થયા બાદ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીએ ચીની કંપનીના રોબોટિક ડોગને પોતાની શોધ હોવાનો દાવો કર્યો હતો. ચીની રોબોટિક ડોગની સાથે, યુનિવર્સિટીએ કોરિયન કંપનીના ડ્રોનને પણ પોતાનું હોવાનો દાવો કર્યો હતો.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે- ભારતની પ્રતિભા અને ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, AI સમિટ એક PR સ્ટંટ બની ગયો છે – જ્યાં ભારતીય ડેટા વેચાણ માટે મૂકવામાં આવે છે અને ચીની પ્રોડકટનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે…

આ રોબોટિક ડોગ ચીની કંપની યુનિટ્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ યુનિવર્સિટીએ તેને પોતાની શોધ હોવાનો દાવો કર્યો હતો.

આ રોબોટિક ડોગ ચીની કંપની યુનિટ્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ યુનિવર્સિટીએ તેને પોતાની શોધ હોવાનો દાવો કર્યો હતો.

વીડિયો વાઈરલ થયા બાદ વિવાદ શરૂ થયો

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ મીડિયા સાથે વાતચીત દરમિયાન રોબોટિક ડોગના ફીચર્સ સમજાવી રહ્યા છે. વીડિયોમાં તેને ‘ઓરિયન’ નામ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે એને યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા ટેક નિષ્ણાતો અને યુઝર્સે દાવો કર્યો કે આ ખરેખર ચીની કંપની ‘યુનિટ્રી’નું ‘Go2’ મોડલ છે, જે બજારમાં 2-3 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.

યુનિવર્સિટીએ સ્વીકાર્યું, અમે આ ડોગ બનાવ્યો નથી

વીડિયો વાઈરલ થયા પછી ગલગોટિયા યુનિવર્સિટીએ કહ્યું- અમે સતત કેમ્પસમાં શ્રેષ્ઠ ટેકનોલોજી લાવવાનો પ્રયાસ કર્યો છે. શા માટે? કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ નવી વસ્તુઓ જુએ છે ત્યારે જ તેમની વિચારસરણી વિકસિત થાય છે અને આ જ વિચારસરણી નવા સર્જકોને જન્મ આપે છે.

તાજેતરમાં યુનિટ્રી પાસેથી લેવાયેલો રોબોટિક ડોગ આ યાત્રાનો એક ભાગ છે. આ માત્ર બતાવવા માટે રાખેલું કોઈ મશીન નથી, આ એક ચાલતો-ફરતો ક્લાસરૂમ છે. અમારા વિદ્યાર્થીઓ એના પર પ્રયોગ કરી રહ્યા છે, એની ક્ષમતાઓને ચકાસી રહ્યા છે અને આ પ્રક્રિયામાં પોતાનું જ્ઞાન વધારી રહ્યા છે.

અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ગલગોટિયાએ આ રોબોટિક ડોગ બનાવ્યો નથી અને ન તો અમે ક્યારેય આવો દાવો કર્યો છે, પરંતુ અમે એવા મગજ તૈયાર કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં ભારતમાં આવી જ ટેકનોલોજીને ડિઝાઇન કરશે, એનું એન્જિનિયરિંગ કરશે અને એને અહીં જ બનાવશે.

ઇનોવેશનની કોઈ સીમા હોતી નથી. શીખવાની પણ ન હોવી જોઈએ. અમે દુનિયાભરમાંથી શ્રેષ્ઠ ટેકનોલોજી લાવવાનું ચાલુ રાખીશું, જેથી અમારા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરી શકે, તેમને પડકારી શકે અને એમાં સુધારો કરી શકે અને અંતે ભારતથી દુનિયા માટે વર્લ્ડ-ક્લાસ સોલ્યુશન્સ તૈયાર કરી શકે.

X (એક્સ)એ યુનિવર્સિટીના દાવાને ખોટો ગણાવ્યો

યુનિવર્સિટીના સ્પષ્ટીકરણ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (એક્સ)એ આ પોસ્ટ પર એક ‘કમ્યુનિટી નોટ’ ઉમેરી. અમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીનો આ દાવો છે કે તેણે તેને પોતાનો નથી ગણાવ્યો, એ ભ્રામક છે. X (એક્સ)ની કમ્યુનિટી નોટ એક એવી સુવિધા છે, જેમાં સામાન્ય યુઝર્સ જ કોઈ ભ્રામક પોસ્ટ પર સાચી માહિતી અને સંદર્ભ ઉમેરીને એને ફેક્ટ-ચેક કરે છે.

નોલેજ બોક્સ: શું છે યુનિટ્રી Go2 રોબોટિક ડોગ

  • યુનિટ્રી Go2 ચીનની યુનિટ્રી રોબોટિક્સ કંપની દ્વારા બનાવવામાં આવેલો એક AI-પાવર્ડ રોબોટિક ડોગ છે, જે તેની ચપળતા અને એડવાન્સ સેન્સર્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.
  • એમાં 4D LiDAR ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેની મદદથી એ સીડીઓ ચડવા, ખાડાટેકરાવાળા રસ્તાઓ પર ચાલવા અને તેના રસ્તામાં આવતી અડચણોને ઓળખે છે.
  • આશરે 2થી 3 લાખ રૂપિયાની કિંમતવાળો આ રોબોટ વોઈસ કમાન્ડ પર પણ કામ કરે છે અને મુખ્યત્વે ટેક્નિકલ રિસર્ચ અને શિક્ષણના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે.

યુનિટ્રી રોબોટિક ડોગ અને હ્યુમનૉઇડ રોબોટ બનાવે છે

યુનિટ્રી ચીનની એક પ્રખ્યાત ટેકનોલોજી કંપની છે, જે હાઈ-પર્ફોર્મન્સવાળા રોબોટિક ડોગ અને હ્યુમનૉઇડ રોબોટ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતી છે. આ કંપની મુખ્યત્વે સસ્તું અને એડવાન્સ સેન્સરવાળી રોબોટિક્સ ટેકનોલોજી વિકસાવે છે, જેનો ઉપયોગ રિસર્ચ, એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રિયલ કાર્યો માટે થાય છે.

સુંદર પિચાઈએ PM મોદી સાથે મુલાકાત કરી

ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. પિચાઈ ‘ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ 2026’માં ભાગ લેવા ભારત આવ્યા છે. 20 ફેબ્રુઆરીએ તેઓ આ સમિટમાં કી-નોટ એડ્રેસ (મુખ્ય ભાષણ) આપશે. ભારત પહોંચ્યા પછી પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું, “AI ઇમ્પેક્ટ સમિટ માટે ભારતમાં પાછા આવીને સારું લાગી રહ્યું છે. હંમેશની જેમ અહીં ઉષ્માભર્યું સ્વાગત થયું.” સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…