GIFA 2025: ગુજરાતી સિનેમાનો 10મો ફિલ્મફેર:24 કેટેગરીમાં નોમિનેશન્સની જાહેરાત, 'લાલો' અને 'મિસરી'નો દબદબો; 28 ફેબ્રુઆરીએ એવોર્ડ નાઇટ
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા અને સર્જનાત્મકતાને વૈશ્વિક મંચ પૂરું પાડતી સંસ્થા GIFA – Gujarati Iconic Film Awards એ પોતાના 10માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે સંસ્થા દ્વારા ‘ગોલ્ડન ડેકેડ’ની ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2025 માટેના કુલ 24 કેટેગરીના નોમિનેશન્સની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી. આ વિશેષ જાહેરાત કાર્યક્રમ GIFAના સ્થાપક હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો મિહિર ભૂતા, વિનોદ ગણાત્રા, શ્રીનિવાસ પાત્રોજી, બીપીન બાપોદરા, શીતલ શાહ, જિનેશ પટેલ, બૂરઝિન ઉનવાલા અને રાકેશ પૂજારા પણ ખાસ હાજર રહ્યા હતા. દસ વર્ષની અવિરત સફર બાદ GIFA આજે ગુજરાતી સિનેમાની વિશ્વસનીયતાનું પ્રતીક બની ગયું છે. નોમિનેશન્સની વિગત
વર્ષ 2025 દરમિયાન રિલીઝ થયેલી કુલ 86 ફિલ્મોમાંથી GIFAમાં ભાગ લેનાર 72 ફિલ્મોમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી છે. કુલ 24 કેટેગરીમાં નોમિનેશન્સ જાહેર કરાયા છે. જુઓ નોમિનેશન લિસ્ટ: GIFA એક્ટર ઓફ ધ યર – ફિમેલ GIFA એક્ટર ઓફ ધ યર – મેલ GIFA ડિરેક્ટર ઓફ ધ યર GIFA ફિલ્મ ઓફ ધ યર GIFA એવોર્ડ નાઇટ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે
GIFAના સ્થાપક હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, આ 10 વર્ષ પૂર્ણ થવા એ ગુજરાતી સિનેમાની વૈશ્વિક ઓળખની સફળ યાત્રાનો ઉત્સવ છે. જ્યારે અરવિંદ વેગડાએ આ પહેલને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવી હતી. GIFA – 2025 ની આઇકોનિક એવોર્ડ નાઇટ 28 ફેબ્રુઆરીના રોજ નારાયણી હાઇટ્સ હોટલ ખાતે યોજાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

