GMC Election 2026: Congress Releases Manifesto, BJP Hits Back | Gujarati News
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય માહોલ પૂરજોશમાં ગરમાયો છે. તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને મેદાનમાં મોટો દાવ રમ્યો છે.
કોંગ્રેસનો ‘કોંગ્રેસના કમિટમેન્ટ’ નારો અને ટેક્સ મુક્તિનું એલાન
કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ‘કોંગ્રેસના કમિટમેન્ટ’નો નારો આપીને આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જ્યાં સુધી શહેરીજનોને પૂરતી પ્રાથમિક માળખાગત સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી નાગરિકો પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઓનલાઈન પોર્ટલ ઊભું કરવાની પણ બાંહેધરી આપી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


