Gold Investment Tips: How To Save Up To 15000 On Gold Purchases

Last Updated: September 22, 2026By

23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયે સૌથી મોટો સહારો અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આજે પણ દેશનો એક મોટો વર્ગ સોનાના દાગીના, સિક્કા અથવા લગડીના રૂપમાં જ નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે.

તેનું કારણ માત્ર વધુ નફો કમાવવાનું નથી, પરંતુ તેની સાથે સાંસ્કૃતિક પરંપરાઓ, વર્ષો જૂનો વિશ્વાસ અને લોકોની લાગણીઓ જોડાયેલી છે. જોકે, હવે ગોલ્ડ ETF પણ એક ખૂબ જ સરળ, પારદર્શક અને સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.

સોનું નફાની બાબતમાં આગળ

જો લાંબા ગાળા માટે જોવામાં આવે, તો સોનાએ હંમેશાં રોકાણકારોની તિજોરી ભરી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આંકડાઓ મુજબ, છેલ્લાં 15 વર્ષમાં સોનાએ દર વર્ષે સરેરાશ 9થી 10 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું છે. જ્યારે છેલ્લાં 10 વર્ષમાં તો તેનું પ્રદર્શન વધુ શાનદાર રહ્યું છે, જેમાં રોકાણકારોને વાર્ષિક આશરે 12 ટકાની આસપાસનું વળતર મળ્યું છે. આ જ કારણ છે કે જ્યારે પણ શેરબજારમાં અસ્થિરતા સર્જાય છે, ત્યારે લોકો આંખો બંધ કરીને સોના પર જ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે.

સોનામાં છુપાયેલા ખર્ચ વિશે જાણો

રોકાણકારો માટે સોનું ખરીદતી વખતે કેટલાક વ્યવહારુ અને નાણાકીય પાસાઓનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે. જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ રકમ તમારા મૂળ રોકાણ ખર્ચમાં વધારો કરે છે. ઉપરાંત, ફિઝિકલ ગોલ્ડને ઘરમાં રાખવાથી ચોરીનો ભય રહે છે, જ્યારે લોકર માટે અલગથી ભાડું ચૂકવવું પડે છે. સાથે જ, શુદ્ધતા અંગે પણ જોખમ રહે છે.

જ્યારે તમે સોનાની જ્વેલરી વેચવા જાઓ છો, ત્યારે મેકિંગ ચાર્જ અને ઘસારા-તૂટફૂટના નામે કપાત કરવામાં આવે છે, જેના કારણે રોકાણકારને બજારના વાસ્તવિક મૂલ્યનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી.

10 ગ્રામ ભૌતિક સોનું ખરીદવા પર 3% GST અને ઓછામાં ઓછા 10 થી 15% મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાનો ખર્ચ 10 ગ્રામ સોના પર 10,000થી 15,000 રૂપિયા સુધી થઈ શકે છે.

ગોલ્ડ ETF બન્યું સ્માર્ટ રોકાણ

ભારતમાં વર્ષ 2007માં શરૂઆત થયા બાદથી ગોલ્ડ ETFએ સોનામાં નાણાં રોકવાની રીતને અત્યંત સરળ અને પારદર્શક બનાવી દીધી છે. તેને તમે શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણની જેમ સમજી શકો છો. કોઈપણ રોકાણકાર પોતાના ડીમેટ એકાઉન્ટ દ્વારા લાઇવ માર્કેટ રેટ્સ પર તેને મિનિટોમાં ખરીદી અથવા વેચી શકે છે.

સોનાએ હંમેશાં આપ્યું છે બમ્પર રિટર્ન

જો 10થી 15 વર્ષની સરખામણી કરીએ, તો ગોલ્ડ ETFએ ફિઝિકલ ગોલ્ડ જેટલું જ રિટર્ન આપ્યું છે. જોકે, તેને મેનેજ કરવા માટે કંપનીઓ 0.3થી 1 ટકા સુધીનો વાર્ષિક ફંડ મેનેજમેન્ટ ચાર્જ લે છે. જોકે, આ આભૂષણો પર લાગતા ભારે મેકિંગ ચાર્જની સરખામણીમાં નહિવત્ છે. સૌથી સારી વાત એ છે કે ETF 99.5 ટકા શુદ્ધ 24 કેરેટ સોનાના બેકઅપ પર આધારિત હોય છે, તેથી તેમાં ન તો ભેળસેળની ઝંઝટ રહે છે અને ન તો ચોરી કે લોકરમાં સુરક્ષિત રાખવાની ચિંતા.

બંને વિકલ્પોનું પોતપોતાનું વિશેષ સ્થાન અને જરૂરિયાત છે. જો તમે માત્ર લાંબા ગાળા માટે સંપત્તિ ઉમેરવા માંગતા હો અને કોઈપણ ઝંઝટ વિના સુરક્ષિત રોકાણ ઇચ્છતા હો, તો ગોલ્ડ ETF એક પારદર્શક અને ઓછા ખર્ચાળ ઉત્તમ માધ્યમ છે. તેનાથી વિપરીત, જો ઘરમાં લગ્નપ્રસંગની તૈયારી હોય, ઘરેણાં બનાવડાવવાના હોય અથવા કોઈને ભેટ આપવાની હોય, તો ફિઝિકલ ગોલ્ડ લેવું વધુ યોગ્ય અને વ્યવહારુ રહે છે.

——————————–

આ સમાચાર પણ વાંચો:

સરકાર કોઈ ગેરંટી વગર આપી રહી છે 3,00,000 રૂપિયાની લોન:વ્યાજમાં પણ સબસિડી મળશે, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ

આર્થિક તંગીના કારણે જો કોઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી, તો તેવા લોકો માટે એવી યોજના છે જેમાં સરકાર ખુદ મદદ કરશે. જો તમારામાં કોઈ કૌશલ્ય છે અને તમે તે કૌશલ્યનો ઉપયોગ વ્યવસાયમાં કરવા માંગો છો, તો કેન્દ્ર સરકાર તમારી મદદ કરશે.

કેન્દ્ર સરકાર આવા લોકોને કોઈ ગેરંટી વગર 3,00,000 રૂપિયાની લોન આપે છે. તેના દ્વારા તમે પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. એટલું જ નહીં, આ લોન પર સરકાર વ્યાજમાં સબસિડી પણ આપે છે, જેથી તમારા માટે લોન ચૂકવવી પણ સરળ બને છે. વાંચો સંપૂર્ણ સમાચાર…