Gold Price Today 12 January 2026; 24 Carat Gold Reaches New All Time High 140005 PHOTOS | ચાંદીના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો: એક જ દિવસમાં રૂ.14,000નો વધારો, સોનાનો ભાવ પણ વધી રૂ.1.40 લાખે પહોંચ્યો; જાણો હજી કેટલા ભાવ વધી શકે
- Gujarati News
- Business
- Gold Price Today 12 January 2026; 24 Carat Gold Reaches New All Time High 140005 PHOTOS
નવી દિલ્હી53 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોના-ચાંદીના ભાવ આજે (12 જાન્યુઆરી) ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધીને 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,37,122 રૂપિયા/10g પર હતો. આ પહેલાં 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી.
જ્યારે એક કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે એની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલો હતી. આ પહેલાં 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી.

જુદાં જુદાં શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતા, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.

2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
- ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
- ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
ગોલ્ડમાં તેજીનાં 3 મુખ્ય કારણો
- ડોલર નબળો – અમેરિકાના વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા.
- ભૌગોલિક રાજકીય – રશિયા-યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે.
- રિઝર્વ બેંક – ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે, તેઓ આખા વર્ષમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ ઉપર જઈ રહ્યા છે.
ચાંદીમાં તેજીનાં 3 મુખ્ય કારણો
- ઔદ્યોગિક માગ – સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EV માં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે.
- ટ્રમ્પનો ટેરિફનો ડર – અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે.
- ઉત્પાદકોની સ્પર્ધામાં – ઉત્પાદન અટકવાના ડરથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે, આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે.
આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે, ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આ વર્ષે 2.75 લાખ સુધી જઈ શકે છે. જ્યારે સોનાની વાત કરીએ તો તેની માંગમાં પણ તેજી જળવાઈ રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંત સુધીમાં એ 1.50 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે.
અસલી ચાંદી ઓળખવાની 4 રીત
- મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
- આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.
- સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.
- ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

