Gold Silver Price Fall; IBJA India Rates Down

Last Updated: September 24, 2026By

7 કલાક પેહલા

  • કૉપી લિંક

આજે એટલે કે 24 સપ્ટેમ્બરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 853 રૂપિયા ઘટીને 1.51 લાખ રૂપિયા પર આવી ગયો છે. એક કિલો ચાંદી 2,716 રૂપિયા સસ્તી થઈને 2.30 લાખ રૂપિયા પર આવી ગઈ છે.

સોના-ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. 4 દિવસમાં ચાંદી લગભગ 7 હજાર રૂપિયા અને સોનું 2,500 રૂપિયા સસ્તું થયું છે.

શું આ ઘટાડો લાંબો ચાલશે?

બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ યથાવત્ રહી શકે છે:

  • અમેરિકાની કેન્દ્રીય બેંક ‘ફેડરલ રિઝર્વે’ 3 વર્ષમાં પહેલી વાર વ્યાજદરો વધાર્યા છે. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
  • જોકે ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાને ટેકો મળી શકે છે, જેના કારણે રોકાણકારો ફરીથી તેને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી શકે છે.
  • નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે બજારમાં હજુ પણ નબળાઈના સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ કોઈપણ મોટા ઘટાડા પર ખરીદીની તક પણ ઊભી થઈ શકે છે.

ગોલ્ડ ETF દ્વારા સોનામાં ઓછા પૈસામાં રોકાણ કરી શકાય છે

ગોલ્ડ ETF સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ગોલ્ડ ETFsની ખરીદી-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે, તેમાં તમને સોનું મળતું નથી. તમે જ્યારે તેમાંથી પૈસા ઉપાડવા માંગો ત્યારે તે સમયે સોનાના ભાવ જેટલા પૈસા તમને મળી જશે. તેમાં 100 રૂપિયાથી પણ ઓછી રકમમાં રોકાણની શરૂઆત કરી શકો છો.

તેમાં કેવી રીતે રોકાણ કરી શકો?

ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર મારફતે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના સમકક્ષ રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કપાઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર આપ્યાના બે દિવસ બાદ ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા મારફતે જ ગોલ્ડ ETF વેચી શકાય છે.