Gold Silver Price Hike 2026; IBJA Rate Update
2 કલાક પેહલા
- કૉપી લિંક
આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં તેજી રહી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીના ભાવ 7,988 રૂપિયા વધીને 2.37 લાખ રૂપિયા થઈ ગયા છે. આ પહેલાં ગયા અઠવાડિયે એટલે કે 11 સપ્ટેમ્બરે તેનો ભાવ 2.29 લાખ રૂપિયા હતો.
બીજી તરફ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1.52 લાખ રૂપિયાથી વધીને 1,54 લાખ રૂપિયા થઈ ગયા છે. આ અઠવાડિયે તેની કિંમતમાં 1,789 રૂપિયાનો વધારો થયો છે.

અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો
- પરિવહન અને સુરક્ષા: એક શહેરથી બીજા શહેરમાં સોનું લઈ જવામાં ઈંધણ અને સુરક્ષા ખર્ચ જોડાય છે, જેના કારણે અંતર વધતાં ભાવ વધે છે.
- ખરીદીનું પ્રમાણ: દક્ષિણ ભારતમાં વધુ વપરાશ (લગભગ 40%) હોવાને કારણે જ્વેલર્સ મોટી ખરીદી કરે છે, પરંતુ ડિસ્કાઉન્ટનો લાભ મર્યાદિત રહે છે.
- સ્થાનિક જ્વેલરી એસોસિએશન: રાજ્ય અને શહેરના જ્વેલરી એસોસિએશન સ્થાનિક માંગ-પુરવઠાના આધારે દર નક્કી કરે છે.
- જૂનો સ્ટોક અને ખરીદી કિંમત: જ્વેલર્સે જે ભાવે ખરીદી કરી હોય તે નક્કી કરે છે કે તેઓ ગ્રાહકોને કેટલી કિંમતે વેચશે.
ડિસેમ્બર સુધીમાં સોનું ₹1.70 લાખ અને ચાંદી ₹3 લાખ સુધી પહોંચી શકે છે
કોટક સિક્યોરિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અનિન્દ્ય બેનર્જીના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોની સાથે RBI જેવી દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પણ સતત સોનું ખરીદી રહી છે. આગળ અનિશ્ચિતતાના માહોલમાં પણ સોનામાં તેજી ચાલુ રહેશે અને પરિસ્થિતિ સુધરતાં ચાંદીમાં પણ મોટો ઉછાળો આવશે. હાલના વલણને ધ્યાનમાં લેતાં ડિસેમ્બર સુધીમાં સોનું ₹1.70 લાખ અને ચાંદી ₹3 લાખ સુધી પહોંચી શકે છે.
આ વર્ષે સોનું ₹21 હજાર મોંઘું થયું
આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધી સોનું ₹21 હજાર મોંઘું થઈ ચૂક્યું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું ₹1.33 લાખના ભાવે હતું, જે હવે ₹1.54 લાખ પર પહોંચી ગયું છે.
બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી ₹2.30 લાખ પ્રતિ કિલો હતી, જે હવે ₹2.37 લાખ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ ₹1.76 લાખ અને ચાંદીએ ₹3.86 લાખની ઓલટાઈમ હાઈ સપાટી પણ બનાવી હતી.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
- સર્ટિફાઇડ સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હૉલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો. આ નંબર અલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે- AZ4524. હૉલમાર્કિંગથી સોનું કેટલા કેરેટનું છે તે જાણવા મળે છે.
- કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
- ચુંબક પરીક્ષણ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
- બરફ પરીક્ષણ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
- ગંધ પરીક્ષણ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાં તાંબા જેવી ગંધ આવે છે.
- કાપડ પરીક્ષણ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળા નિશાન આવે તો તે અસલી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



