Gold Silver Price Hike India; Bullion Market Rate Update 2026
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
સોના-ચાંદીના ભાવમાં આ અઠવાડિયે વધારો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,622 રૂપિયા વધીને 1.44 લાખ રૂપિયા થયો છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 18 જુલાઈએ 1.41 લાખ રૂપિયા પર હતો. જ્યારે, ચાંદી 2.15 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2.23 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે, તેની કિંમતમાં 7,247 રૂપિયાનો વધારો થયો છે.

આ વર્ષે સોનું ₹11 હજાર મોંઘું થયું
આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 12 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયાથી ઉપર હતું, જે હવે 1.44 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.
જ્યારે, ચાંદીની કિંમતમાં 7 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.23 લાખ રૂપિયા પર છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પણ બનાવ્યો હતો.

સોના-ચાંદીના ભાવ વધુ વધી શકે છે
કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાના મતે, સોના-ચાંદીના ભાવ તેમની ઊંચાઈથી ઘણા નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં, રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે, જોકે તેમાં એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અજય કેડિયાના મતે, વર્ષના અંત સુધીમાં સોનું ફરી એકવાર 1.60 લાખ અને ચાંદી 2.80 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
- સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
- કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.
અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રસ્તા
- મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
- આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
- સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવે છે.
- ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


