Gold Silver Price Today 3 February 2026 Update; Silver Rises 17000 Gold Rises 5000 MCX Market

Last Updated: February 4, 2026By

  • Gujarati News
  • Business
  • Gold Silver Price Today 3 February 2026 Update; Silver Rises 17000 Gold Rises 5000 MCX Market

નવી દિલ્હી1 દિવસ પેહલા

  • કૉપી લિંક

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી આજે 3 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી રહી છે. વાયદાબજાર (MCX)માં ચાંદીના ભાવમાં આશરે 17 હજાર રૂપિયા (7%)નો વધારો થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2.53 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે.

આ પહેલાં ત્રણ દિવસમાં ચાંદીની કિંમત 1.60 લાખ રૂપિયા ઘટી ગઈ છે. સોનામાં પણ આશરે 5 હજાર રૂપિયા (3%)ની તેજી છે. 10 ગ્રામ સોનું 1.45 લાખ રૂપિયા પર આવી ગયું છે. છેલ્લા 3 કારોબારી દિવસમાં એની કિંમત 26 હજાર ઘટી હતી.

વાયદાબજારમાં ચાંદી ₹2.55 પ્રતિ કિલો વેચાઈ રહી છે

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, આજે વાયદાબજારમાં ચાંદી 2,55,372 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,50,708 રૂપિયા છે. છેલ્લા 3 દિવસમાં નફા વસૂલીના કારણે સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો થયો હતો.

MCX અને સોના-ચાંદીના બજારમાં ભાવ અલગ-અલગ કેમ?

MCX : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં સોના-ચાંદીનું ટ્રેડિંગ થાય છે. શેરબજારની જેમ દર સેકન્ડે બોલીઓ લાગે છે, જેના કારણે ભાવ સતત ઉપર-નીચે થતા રહે છે.

સોના-ચાંદીનું બજાર: આ એ જગ્યા છે જ્યાં તમે ભૌતિક સોના-ચાંદી ખરીદો છો. ભૌતિક સોનાને લાવવા, લઈ જવા અને સ્ટોર કરવાનો ખર્ચ આમાં જોડાયેલો હોય છે.

સોના-ચાંદીમાં ઘટાડાનાં 2 કારણ

પ્રોફિટ બુકિંગ: સોના-ચાંદીની કિંમત તાજેતરના દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, ત્યાર બાદ રોકાણકારોએ મોટે પાયે પ્રોફિટ બુક કર્યો.

ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો: ઓલટાઈમ હાઈ પછી ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક ઉપયોગને લઈને ચિંતાઓ પણ વધી.

માર્જિન વધવાથી સોના-ચાંદીના ભાવ પર દબાણ

સેબી રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)એ કોપર પછી હવે સોના અને ચાંદી પર પણ માર્જિન મની વધારી દીધી છે.

સોના પર માર્જિન 6%થી વધારીને 8% કરી દીધું છે. જ્યારે ચાંદી પર એને 11%થી વધારીને 15% કરી દેવામાં આવ્યું છે. માર્જિન વધવાથી કિંમતો પર દબાણ યથાવત્ રહેવાની અપેક્ષા છે.

કોમોડિટી માર્કેટમાં જ્યારે કોઈ મોટો સોદો કરે છે ત્યારે એને પૂરા પૈસા તરત આપવાના હોતા નથી. તેને કુલ કિંમતનો એક નાનો ભાગ સિક્યોરિટી તરીકે જમા કરાવવો પડે છે, જેને ‘માર્જિન’ કહે છે. માર્જિન વધવાનો અર્થ છે કે હવે ટ્રેડર્સને વધુ પૈસા લગાવવા પડશે.

ઘણા વેપારીઓ એવા હોય છે, જેમણે પહેલેથી જ ખરીદી કરી હોય છે. માર્જિન વધતાં જ એક્સચેન્જ તેમની પાસેથી વધારાના પૈસા માગે છે. જો તેમની પાસે તરત પૈસા ન હોય તો તેમને પોતાનું સોનું કે ચાંદી વેચવું પડે છે. જ્યારે ઘણા બધા લોકો એકસાથે વેચે છે, ત્યારે ભાવ ઘટવા લાગે છે.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક, એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીને ઓળખવાના 4 રસ્તા

  • મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
  • આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.
  • સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.
  • ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળું નિશાન પડે તો અસલી છે.

Leave A Comment