Gold Silver Price Today Update; Gold Silver Rates Fall India VIDEOS | ચાંદીના ભાવ ઊંધા માથે પટકાયા: ઓલટાઇમ હાઇ થયા પછી આજે કડાકો, એક કિલોના ₹2.36 લાખ, સોનું પણ સસ્તું થયું; જાણો તમારા શહેરના ભાવ

Last Updated: January 10, 2026By

નવી દિલ્હી3 દિવસ પેહલા

  • કૉપી લિંક

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 8 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,232 રૂપિયા ઘટીને 1,35,443 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલાં એ 1,36,675 રૂપિયા પર હતો.

1 કિલો ચાંદીની કિંમત 12,225 રૂપિયા ઓછી થઈને 2,35,775 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે એ 2,48,000 રૂપિયા પર હતી, જે તેની ઓલટાઈમ હાઈ પણ છે.

સોના-ચાંદીમાં પ્રોફિટ બુક કરી રહ્યા છે રોકાણકારો

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે ચાંદીના ભાવ ગઈકાલે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા, આવા સમયે ઘણા રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. એના કારણે આજે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં પણ રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે, જોકે આ ઘટાડો લાંબો નહીં ચાલે. આવનારા દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી શકે છે. ચાંદી આ વર્ષે 2.75 લાખ સુધી જઈ શકે છે, જ્યારે સોનાની વાત કરીએ તો એેની માગમાં પણ તેજી જળવાઈ રહી છે. આવા સમયે આ વર્ષના અંત સુધીમાં એ 1.50 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર જઈ શકે છે.

જુદાં-જુદાં શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?

IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શહેરોના ભાવ એેનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.

2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

  • ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
  • ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

સોનામાં તેજીનાં 3 મુખ્ય કારણો

ડોલર નબળો- અમેરિકા દ્વારા વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા.

ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ- રશિયા-યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં તણાવ વધવાને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે.

રિઝર્વ બેંક- ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે, તેઓ વર્ષભરમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ વધી રહ્યા છે.

ચાંદીમાં તેજીનાં 3 મુખ્ય કારણ

ઔદ્યોગિક માગ- સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EVમાં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે.

ટ્રમ્પનો ટેરિફનો ડર- અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે.

ઉત્પાદકોની સ્પર્ધા- ઉત્પાદન અટકી જવાની ભીતિથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે, આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક, એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

સોના-ચાંદીમાં ETF દ્વારા કરી શકાય છે રોકાણ

જો તમે ઓછી રકમ સાથે સોના કે ચાંદીમાં રોકાણ કરવા માગો છો, તો ગોલ્ડ કે સિલ્વર એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) દ્વારા એમાં રોકાણ કરી શકો છો. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે.

ગોલ્ડ કે સિલ્વર ETFsની ખરીદ-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે એમાં તમને સોના-ચાંદી મળતાં નથી. તમે જ્યારે એમાંથી બહાર નીકળવા માગો ત્યારે તમને એ સમયના સોના-ચાંદીના ભાવ બરાબર પૈસા મળી જશે.

ETFથી રોકાણના ફાયદા

  • કોઈ સ્ટોરેજ સમસ્યા નથી: ડિજિટલ ફોર્મમાં ડિમેટ એકાઉન્ટમાં રહે છે.
  • ઓછો ખર્ચ: કોઈ GST કે મેકિંગ ચાર્જ નહીં, ઓછો એક્સપેન્સ રેશિયો.
  • સરળતાથી ખરીદ-વેચાણ: સ્ટોક એક્સચેન્જ પર રિયલ-ટાઇમ ટ્રેડિંગ.
  • શુદ્ધ એક્સપોઝર: ગોલ્ડ ETF 99.5% શુદ્ધ ગોલ્ડને ટ્રેક કરે છે.
  • વિવિધતા: પોર્ટફોલિયોમાં સ્થિરતા, ફુગાવાથી બચાવ.
  • SIP: નાની રકમથી શરૂ કરી શકાય છે.