Gold & Silver Prices Drop

Last Updated: February 20, 2026By

નવી દિલ્હી6 દિવસ પેહલા

  • કૉપી લિંક

આ અઠવાડિયે સોનાના ભાવમાં નજીવો વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શુક્રવાર, 13 ફેબ્રુઆરીના રોજ સોનાનો ભાવ 687 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,52,765 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા, ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ તે 1,52,078 રૂપિયા પર હતો.

જ્યારે, ચાંદીનો ભાવ 2,496 રૂપિયા ઘટીને પ્રતિ કિલો 2,42,433 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ તેની કિંમત પ્રતિ કિલો 2,44,929 રૂપિયા હતી. જોકે, આ અઠવાડિયામાં 11 ફેબ્રુઆરીના રોજ સોનું 10 ગ્રામ દીઠ 1,57,322 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 2,66,449 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

44 દિવસમાં સોનું ₹19,570 અને ચાંદી ₹12,013 મોંઘી થઈ

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 19,570 રૂપિયા વધી ચૂકી છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,33,195 રૂપિયાનું હતું, જે હવે 1,52,765 રૂપિયા થઈ ગયું છે.

જ્યારે, ચાંદી 12,013 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ એક કિલો ચાંદીની કિંમત 2,30,420 રૂપિયા હતી, જે હવે પ્રતિ કિલો 2,42,433 રૂપિયા પર પહોંચી ગઈ છે.

2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘું થયું

2025માં સોનું 57 હજાર રૂપિયા (75%) વધ્યું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.

આ સમય દરમિયાન ચાંદી 1.44 લાખ રૂપિયા (167%) વધી. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદી 86,017 રૂપિયાની હતી, જે વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીને ઓળખવાની 4 રીતો

મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.

આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.

સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.

ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળું નિશાન થાય તો અસલી છે.

આ સમાચાર પણ વાંચો…

ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ

ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે, 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.