Gold & Silver Prices Fall Feb 16 2026
નવી દિલ્હી14 કલાક પેહલા
- કૉપી લિંક
આજે 16 ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા અનુસાર, એક કિલો ચાંદીનો ભાવ ₹1,486 ઘટીને ₹2,40,947 પ્રતિ કિલો થયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ ₹2,૪42૨,433 પ્રતિ કિલો હતો.
24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ આજે ₹1,333 વધીને ₹1,54,098 થયો છે. શુક્રવારે તે ₹1,52,765 પ્રતિ 10 ગ્રામ હતો. જોકે, છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી ₹25,502 અને સોનું ₹3,224 સસ્તું થયું છે.
29 જાન્યુઆરીના રોજ સોના બજારમાં સોનું ₹1,76,121 અને ચાંદી ₹3,85,933ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું. ત્યારથી, સોનું 22,023 રૂપિયા અને ચાંદી 1,44,986 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતા નથી. તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.
સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છે લોકો
છેલ્લા ત્રણ કારોબારી સત્રોમાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સોનું લગભગ 15% સુધી સસ્તું થઈ ગયું હતું. હવે ભાવ સ્થિર થતાં જ રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી શરૂ કરી દીધી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં સોના-ચાંદીમાં એકસાથે પૈસા રોકવાનું ટાળવું જોઈએ. તેના બદલે ધીમે ધીમે રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે.
સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ-અલગ હોય છે.
અસલી ચાંદીને ઓળખવાના 4 રીતો
મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.
સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.
ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળું નિશાન થાય તો અસલી છે.
આ સમાચાર પણ વાંચો…
ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ

ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની વેલ્યુ 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ)ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે, 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


