Gold silver prices fall profit booking reason gold silver latest rate
નવી દિલ્હી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચાંદી-સોનાના ભાવમાં સતત ચાર દિવસ ઓલ ટાઈમ હાઈ પર રહ્યા બાદ આજે 30 જાન્યુઆરીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, તેનું મુખ્ય કારણ બજારમાં નફા વસૂલી છે.
સોનું એક દિવસમાં 6,865 રૂપિયા અને ચાંદી 22,825 રૂપિયા સસ્તી થઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,68,475 રૂપિયા પર આવી ગયો છે.
આ પહેલા ગુરુવારે સોનાનો ભાવ 1,75,340 રૂપિયા/10g હતો. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 3,57,163 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ પહેલા ગુરુવારે તેની કિંમત 3,79,988 રૂપિયા પ્રતિ કિલો હતી.

જુદાં-જુદાં શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શહેરોના ભાવ એનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.
છેલ્લા 10 દિવસમાં સોનું દરરોજ ₹2,688 અને ચાંદી ₹7,527 વધી
| તારીખ | સોનાનો ભાવ/10g | ચાંદીનો ભાવ/kg |
| 16 જાન્યુઆરી | ₹1,41,593 | ₹2,81,890 |
| 19 જાન્યુઆરી | ₹1,43,946 | ₹2,93,975 |
| 20 જાન્યુઆરી | ₹1,47,409 | ₹3,09,345 |
| 21 જાન્યુઆરી | ₹1,54,227 | ₹3,19,097 |
| 22 જાન્યુઆરી | ₹1,51,128 | ₹2,99,711 |
| 23 જાન્યુઆરી | ₹1,54,310 | ₹3,17,705 |
| 27 જાન્યુઆરી | ₹1,58,901 | ₹3,44,564 |
| 28 જાન્યુઆરી | ₹1,64,635 | ₹3,58,267 |
| 29 જાન્યુઆરી | ₹1,75,340 | ₹3,79,988 |
| 30 જાન્યુઆરી | ₹1,68,475 | ₹3,57,163 |
29 દિવસમાં સોનું ₹35,280 અને ચાંદી ₹1.27 લાખ મોંઘી થઈ
આ વર્ષે જાન્યુઆરીના 29 દિવસમાં જ સોનાની કિંમત 35,280 રૂપિયા વધી ગઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,33,195 રૂપિયાનું હતું, જે હવે 1,68,475 રૂપિયા થઈ ગયું છે.

સોનું ₹1.90 લાખ સુધી જઈ શકે છે
રિસર્ચ હેડ ડો. રેનિશા ચૈનાની અનુસાર જો અમેરિકી ટેરિફ અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધે છે, તો સોનું 2026માં 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી 4 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
ચાંદી 29 દિવસમાં 1,26,743 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ એક કિલો ચાંદીની કિંમત 2,30,420 રૂપિયા હતી, જે હવે 3,57,163 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રીત
મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.
સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.
ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

