Gold & Silver Prices Fall Rs 32,169 in 4 Days; Sona Chandi Ka Bhav Update
નવી દિલ્હી47 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે 17 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં સતત ચોથા કારોબારી દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,667 રૂપિયા ઘટીને 2,34,280 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ પહેલાં સોમવારે ચાંદીની કિંમત 2,40,947 રૂપિયા પ્રતિ કિલો હતી.
આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 2,903 રૂપિયા ઘટીને 1,51,195 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલાં સોમવારે એ 1,54,098 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જોકે છેલ્લા ચાર કારોબારી દિવસોમાં ચાંદી ₹32,169 અને સોનું 6,127 રૂપિયા સસ્તું થયું છે.
સોના-ચાંદી બજારમાં 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,121 રૂપિયા અને ચાંદીએ 3,85,933 રૂપિયાનો ઓલટાઈમ હાઈ પર હતી. ત્યારથી અત્યારસુધી સોનું 24,926 રૂપિયા અને ચાંદી 1,51,653 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતા નથી, તેથી શહેરોના ભાવ અલગ- અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.
2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
2025માં સોનું 57 હજાર રૂપિયા (75%) વધ્યું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
આ સમયગાળા દરમિયાન ચાંદી 1.44 લાખ રૂપિયા (167%) વધી. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદી 86,017 રૂપિયા હતી, જે વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો
1. પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ-અલગ હોય છે.
અસલી ચાંદીને ઓળખવાના 4 રસ્તા
મેગ્નેટ ટેસ્ટ: અસલી સિલ્વર ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
આઇસ ટેસ્ટ: સિલ્વર પર બરફ રાખો. અસલી સિલ્વર પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.
સ્મેલ ટેસ્ટ: અસલી સિલ્વરમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.
ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળું નિશાન થાય તો અસલી છે.
આ સમાચાર પણ વાંચો…
ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ

ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ)ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડોલર, એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધુ છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


