Googleની નવી ચેતવણી, 100 કરોડ એન્ડ્રોઇડ યુઝર્સ પર હેકિંગનો ખતરો, જાણો તમારો ફોન સુરક્ષિત છે કે નહીં?

Last Updated: February 6, 2026By

ટેક જાયન્ટ ગૂગલે (Google) વિશ્વભરના કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે એક ગંભીર સુરક્ષા ચેતવણી જારી કરી છે. એક અંદાજ મુજબ, આશરે 1 અબજ (100 કરોડ) જેટલા મોબાઈલ ડિવાઇસ હાલમાં ખતરનાક માલવેર અને સ્પાયવેર હુમલાના જોખમ હેઠળ છે. આ ખતરો મુખ્યત્વે એવા યુઝર્સ પર છે જેઓ જૂના ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

કયા યુઝર્સ પર સૌથી વધુ ખતરો?

ફોર્બ્સના અહેવાલ મુજબ, જે યુઝર્સ Android 13 અથવા તેનાથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, તેઓ સૌથી વધુ અસુરક્ષિત છે. આંકડા દર્શાવે છે કે દુનિયાના લગભગ 42% સ્માર્ટફોન હજુ પણ જૂના વર્ઝન પર ચાલી રહ્યા છે. ગૂગલ હવે આ જૂના વર્ઝન માટે સુરક્ષા અપડેટ્સ આપતું નથી, જેના કારણે હેકર્સ માટે પર્સનલ ફોટા, વીડિયો અને બેંકિંગ વિગતોની ચોરી કરવી સરળ બની જાય છે.

સુરક્ષિત અને અસુરક્ષિત ફોનનું ગણિત

વર્તમાન સ્થિતિ મુજબ, માત્ર 58% સ્માર્ટફોન જ સુરક્ષિત ગણાય છે (જેમાં Android 14, 15 કે 16 છે). સૌથી નવા Android 16 નો ઉપયોગ માત્ર 7.5% યુઝર્સ કરી રહ્યા છે. કંપનીઓ સામાન્ય રીતે 4 થી 5 વર્ષ સુધી જ સિક્યુરિટી અપડેટ્સ આપે છે, ત્યારબાદ ફોન હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે.

બચવા માટે શું કરવું?

તરત અપગ્રેડ કરો: જો તમારા ફોનમાં નવું સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ હોય, તો તેને વિલંબ કર્યા વગર ઇન્સ્ટોલ કરો.

નવો ફોન ખરીદતી વખતે ધ્યાન રાખો: જો તમારો ફોન 5 વર્ષથી જૂનો છે અને તેમાં હવે અપડેટ્સ નથી આવતા, તો ડેટા સુરક્ષા માટે ફોન બદલવો હિતાવહ છે.

બ્રાન્ડની પસંદગી: સેમસંગ અને ગૂગલ જેવા પ્રીમિયમ ફોન હવે 7 વર્ષ સુધીના અપડેટ્સની ખાતરી આપે છે, જે લાંબા ગાળા માટે સુરક્ષિત છે.

તમારી અંગત માહિતી અને પ્રાઇવસી બચાવવા માટે ટેકનિકલી અપડેટ રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

આ પણ વાંચોઃ Instagram Reels Downloader: મનપસંદ વીડિયો મ્યુઝિક સાથે ગેલેરીમાં સેવ કરો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ