Google Maps હવે બનશે તમારો પર્સનલ ગાઇડ, સાયકલ સવારો અને પગપાળા મુસાફરો માટે ખુશખબર

Last Updated: February 1, 2026By

ગૂગલ મેપ્સમાં AIનો નવો અવતાર ગૂગલ હંમેશા તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે ટેકનોલોજીમાં ફેરફાર કરતું રહે છે. અત્યાર સુધી ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો પૂરો લાભ મુખ્યત્વે કાર કે બાઇક ચલાવનારાઓને મળતો હતો, પરંતુ હવે કંપનીએ પગપાળા ચાલનારાઓ અને સાયકલ સવારો માટે પણ ખાસ સુવિધા શરૂ કરી છે. આ અઠવાડિયે ગૂગલે જાહેરાત કરી છે કે તેનો શક્તિશાળી AI અસિસ્ટન્ટ ‘Gemini’ હવે વોકિંગ અને સાયકલિંગ નેવિગેશન દરમિયાન પણ સક્રિય રહેશે.

હેન્ડ્સ-ફ્રી અનુભવ અને Gemini અસિસ્ટન્સ

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ‘હેન્ડ્સ-ફ્રી’ છે. જ્યારે તમે સાયકલ ચલાવી રહ્યા હોવ અથવા રસ્તા પર ચાલી રહ્યા હોવ, ત્યારે તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. Gemini AIની મદદથી તમે રસ્તાની જાણકારી મેળવી શકશો અને સાથે-સાથે વોઈસ કમાન્ડ દ્વારા મહત્વના ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકશો. ગયા નવેમ્બરમાં લોન્ચ થયેલા આ ફીચરનો હવે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર વિસ્તાર કરવામાં આવ્યો છે.

ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

આ સુવિધાનો લાભ લેવા માટે યુઝરે ગૂગલ મેપ્સમાં પોતાનું ડેસ્ટિનેશન સેટ કરી નેવિગેશન શરૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા માઇક્રોફોન આઇકન પર ટેપ કરીને અથવા માત્ર “Hey Google” બોલીને AI અસિસ્ટન્ટને સક્રિય કરી શકાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે હાલમાં આ ફીચર માત્ર ‘વૉઇસ અસિસ્ટન્સ’ મોડમાં જ કામ કરે છે. એટલે કે, યુઝર્સ પ્રશ્નો ટાઇપ કરી શકશે નહીં, પણ બોલીને સૂચના આપી શકશે અને Gemini સામે બોલીને જ જવાબ આપશે.

આ પણ વાંચોઃ Union Budget 2026 : ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય કંપનીઓના CEOએ બજેટ અંગે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Leave A Comment