Google Pixel 11 Series: Features and Price Leaked Online Ahead of Launch | Gujarat News

Last Updated: August 3, 2026By

ટેક જાયન્ટ ગૂગલના આગામી સ્માર્ટફોન પ્રેમીઓ માટે મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર લોન્ચિંગ પહેલા જ ગૂગલ પિક્સેલ 11 સિરીઝની તમામ સંભવિત વિગતો, કિંમતો અને ફીચર્સ ઓનલાઈન લીક થઈ ગયા છે. રિપોર્ટ મુજબ, કંપની આગામી 12 ઓગસ્ટે યોજાનાર ‘મેડ બાય ગૂગલ’ ઇવેન્ટમાં આ નવી સિરીઝનું અનાવરણ કરી શકે છે.

ચારેય મોડેલ્સની માહિતી થઇ લીક

લીક થયેલા અહેવાલોમાં પિક્સેલ 11, પિક્સેલ 11 પ્રો, પિક્સેલ 11 પ્રો XL અને પિક્સેલ 11 પ્રો ફોલ્ડ એમ કુલ ચારેય મોડેલ્સની માહિતી બહાર આવી છે. કિંમતોની વાત કરીએ તો, યુએસમાં પિક્સેલ 11 ની શરૂઆત $899 થી અને સૌથી મોંઘા મોડેલ પિક્સેલ 11 પ્રો ફોલ્ડની કિંમત $1,899 સુધી હોવાની અપેક્ષા છે, જે પ્રવાસીઓ અને ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

આ રહ્યા તેના ફિચર્સ

આ નવી સિરીઝમાં પરફોર્મન્સને વધુ શક્તિશાળી બનાવવા માટે નવું ટેન્સર G6 પ્રોસેસર અને ટાઇટન M3 સિક્યુરિટી કોપ્રોસેસર આપવામાં આવી શકે છે. સ્ટાન્ડર્ડ પિક્સેલ 11 મોડેલમાં 120Hz રિફ્રેશ રેટવાળી 6.3-ઇંચની ડિસ્પ્લે, 48MP મુખ્ય કેમેરા અને 4,985mAh ની બેટરી મળવાની સંભાવના છે. જ્યારે પ્રો અને પ્રો XL મોડેલ્સમાં 16GB સુધીની રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને અદભુત પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા સેટઅપ આપવામાં આવશે.

સ્માર્ટફોન્સને લઇને લોકોમાં ઉત્સાહ

સિરીઝનું પ્રીમિયમ મોડેલ ગૂગલ પિક્સેલ 11 પ્રો ફોલ્ડ 8-ઇંચની વિશાળ ફોલ્ડેબલ આંતરિક સ્ક્રીન અને 6.4-ઇંચના કવર ડિસ્પ્લે સાથે આવશે. જોકે ગૂગલ દ્વારા હજુ સુધી આ લીક થયેલી વિગતોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ટેક વર્તુળોમાં આ સ્માર્ટફોન્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Home Loan : ઘર ખરીદનારાઓ માટે મોટાં સમાચાર, આ બેંક આપી રહી છે સસ્તા વ્યાજ દરે હોમલોન!

Leave A Comment