Greenland Annexation Bill Introduced; US Senator Randy Fine Aims for Statehood | અમેરિકામાં ગ્રીનલેન્ડ પર કબજો કરવાનું બિલ રજૂ: 51મું રાજ્ય બનાવવાનો અધિકાર મળશે, 300 વર્ષથી તે ડેનમાર્કનો ભાગ છે

Last Updated: January 13, 2026By

વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકન સાંસદ રેન્ડી ફાઇને સોમવારે ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ નામનો એક બિલ રજૂ કર્યુ છે. આ બિલનો હેતુ અમેરિકાની સરકારને ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા અને પછી તેને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે કાનૂની અધિકાર આપવાનો છે.

સાંસદ રેન્ડી ફાઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બિલની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પગલું રશિયા-ચીનના પ્રભાવને રોકવા માટે ખૂબ જ જરૂરી છે. આ પછી સંસદને રાજ્ય બનવા માટે જરૂરી સુધારાઓનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવામાં આવશે.

જો આ બિલ પાસ થશે તો અમેરિકાને ગ્રીનલેન્ડને પોતાનું 51મું રાજ્ય બનાવવાનો અધિકાર મળી જશે. જોકે, આ બિલ હજુ માત્ર રજૂ થયું છે તેને હાઉસ અને સેનેટ બંનેમાં પાસ થવાનું છે.

ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે આ ખૂબ મુશ્કેલીથી પાસ થશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. ગ્રીનલેન્ડ પર છેલ્લા 300 વર્ષથી ડેનમાર્કનો કન્ટ્રોલ છે.

અમેરિકી સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઇને બિલ રજૂ કર્યા પછી સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું.

અમેરિકી સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઇને બિલ રજૂ કર્યા પછી સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું.

ટ્રમ્પે બિલનું સમર્થન કર્યું, બોલ્યા- ગ્રીનલેન્ડ અમેરિકન સંરક્ષણ માટે જરૂરી છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ગ્રીનલેન્ડ અમેરિકી સંરક્ષણ માટે જરૂરી છે. તેમણે હાલમાં કહ્યું હતું કે અમેરિકાને ગ્રીનલેન્ડની જરૂર છે અને તેઓ આ દિશામાં પગલાં લઈ રહ્યા છે, ભલે બીજા દેશોને તે પસંદ હોય કે ન હોય.

ટ્રમ્પ પ્રશાસને ગ્રીનલેન્ડના લોકોને અમેરિકામાં સામેલ કરવા માટે પૈસા આપવા જેવા ઉપાયો પર પણ ચર્ચા કરી છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓએ ટ્રમ્પની આ રીતની સખત ટીકા કરી છે. તેમણે તેને અપમાનજનક ગણાવ્યું.

અમેરિકાના સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઈને સોમવારે સંસદમાં બિલ રજૂ કર્યું.

અમેરિકાના સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઈને સોમવારે સંસદમાં બિલ રજૂ કર્યું.

જો બિલ પાસ થશે તો ગ્રીનલેન્ડમાં શું બદલાશે

  • રાષ્ટ્રપતિને વિશેષ અધિકારો મળશે: બિલ પસાર થવા પર, અમેરિકાના રાષ્ટ્રપતિને કાયદેસર રીતે જરૂરી તમામ પગલાં લેવાનો અધિકાર મળી જશે. તેમાં ડેનમાર્ક સાથે વાતચીતથી લઈને અન્ય રીતો સામેલ છે, જેથી ગ્રીનલેન્ડને અમેરિકન ક્ષેત્રમાં ભેળવી શકાય.
  • ગ્રીનલેન્ડ અમેરિકાનું ક્ષેત્ર બનશે: જો કબજો સફળ થાય છે, તો ગ્રીનલેન્ડ અમેરિકી ટેરિટરી બની જશે.
  • સ્ટેટહુડની પ્રક્રિયા શરૂ થશે: રાષ્ટ્રપતિએ કોંગ્રેસને એક રિપોર્ટ સોંપવો પડશે, જેમાં જણાવવું પડશે કે ગ્રીનલેન્ડને 51મું રાજ્ય બનાવવા માટે કયા-કયા ફેડરલ કાયદા બદલવા પડશે.
  • ગ્રીનલેન્ડનું બંધારણ બનશે: આ પછી ગ્રીનલેન્ડને પોતાનું એક બંધારણ બનાવવું પડશે, જે અમેરિકી બંધારણના અનુરૂપ હોય. સંસદ તેને મંજૂરી આપશે અને ગ્રીનલેન્ડ અમેરિકાનું પૂર્ણ રાજ્ય બની શકે છે (જેમ કે અલાસ્કા બન્યું હતું).

ગ્રીનલેન્ડ પર હુમલાનો પ્લાન બનાવી રહ્યા છે ટ્રમ્પ

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે પ્લાન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ડેઇલી મેલ મુજબ ટ્રમ્પે જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (JSOC) ને આ જવાબદારી સોંપી છે. જોકે, સૈન્ય અધિકારીઓ આ વિચાર સાથે સહમત નથી દેખાઈ રહ્યા. તેઓ તેને કાયદેસર રીતે ખોટું માને છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની આ રુચિ ઘરેલું રાજકારણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. આ વર્ષના અંતમાં મિડ-ટર્મ ચૂંટણીઓ થવાની છે અને રિપબ્લિકન સંસદ પર નિયંત્રણ ગુમાવવાથી ડરી રહ્યા છે. તેથી ટ્રમ્પ કોઈ મોટું પગલું ભરીને લોકોનું અર્થતંત્રની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માંગે છે.

ટ્રમ્પે કહ્યું- ગ્રીનલેન્ડ પર કબજો નહીં કરીએ તો રશિયા-ચીન અહીં આવી જશે

આ પહેલા ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકા માટે ગ્રીનલેન્ડ પર કબજો કરવો શા માટે જરૂરી છે. તેમણે વ્હાઇટ હાઉસમાં તેલ અને ગેસ કંપનીઓના મોટા અધિકારીઓ સાથે થયેલી એક બેઠક દરમિયાન કહ્યું કે જો અમેરિકાએ આવું નહીં કરે તો રશિયા અને ચીન જેવા દેશો તેના પર કબજો કરી લેશે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે ગ્રીનલેન્ડને હસ્તગત કરવું એ જમીન ખરીદવાનો મામલો નથી, તે રશિયા અને ચીનને દૂર રાખવા સાથે જોડાયેલું છે. આપણે આવા દેશોને આપણા પાડોશી બનતા જોઈ શકતા નથી.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા પાછળનું કારણ આ વિસ્તારમાં રશિયન અને ચીની જહાજોની હાજરીને જણાવ્યું.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા પાછળનું કારણ આ વિસ્તારમાં રશિયન અને ચીની જહાજોની હાજરીને જણાવ્યું.

ટ્રમ્પે કહ્યું- ગ્રીનલેન્ડ સાથે સરળ રીતે સોદો કરવા માંગુ છું

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, જો અમેરિકા ગ્રીનલેન્ડને સરળ રીતે હસ્તગત નહીં કરી શકે, તો અન્ય કડક રીતો અપનાવવી પડશે. તેમણે કહ્યું, ‘અમે ગ્રીનલેન્ડના મુદ્દે કંઈક ને કંઈક કરીશું, ભલે તેમને પસંદ હોય કે ન હોય.’

તેમણે પત્રકારોને કહ્યું, ‘હું ઇચ્છું છું કે સોદો સરળ રીતે થઈ જાય.’ જોકે, તેમણે ડેનમાર્ક પ્રત્યે પોતાની નરમાશ પણ દર્શાવી અને કહ્યું, ‘ખરેખર હું ડેનમાર્કનો ખૂબ મોટો ચાહક છું. તેઓ મારી સાથે ખૂબ સારા રહ્યા છે.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ગ્રીનલેન્ડના લોકોને સીધા પૈસા આપીને તેમને અમેરિકા સાથે જોડાવા માટે રાજી કરવાની યોજના બનાવી રહ્યું છે. આના પર ટ્રમ્પે કહ્યું, ‘હાલ હું ગ્રીનલેન્ડ માટે પૈસાની વાત નથી કરી રહ્યો. કદાચ પછીથી કરું.’ ટ્રમ્પે આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યો.

ગ્રીનલેન્ડ PM બોલ્યા હતા- અમારો દેશ વેચાવાનો નથી

ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને કહ્યું છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ગ્રીનલેન્ડને વેનેઝુએલા સાથે જોડીને સૈન્ય હસ્તક્ષેપની વાત કરે છે, ત્યારે તે માત્ર ખોટું જ નથી પરંતુ અમારા લોકો પ્રત્યે અપમાનજનક પણ છે.

નીલસને નિવેદન જારી કરીને કહ્યું હતું- હું શરૂઆતથી જ શાંત અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગભરાટ કે ચિંતાનું કોઈ કારણ નથી. કેટી મિલરની પોસ્ટથી, જેમાં ગ્રીનલેન્ડને અમેરિકી ધ્વજમાં લપેટાયેલું બતાવવામાં આવ્યું છે, તેનાથી કંઈપણ બદલાતું નથી.

જાણો ગ્રીનલેન્ડથી અમેરિકાને શું ફાયદો

  • ખાસ ભૌગોલિક સ્થિતિ: ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ ખાસ છે. તે ઉત્તર અમેરિકા અને યુરોપની વચ્ચે, એટલે કે એટલાન્ટિક મહાસાગરની બરાબર મધ્યમાં આવેલું છે. આ જ કારણોસર તેને મિડ-એટલાન્ટિક ક્ષેત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે.
  • વ્યૂહાત્મક સૈન્ય મહત્વ: ગ્રીનલેન્ડ યુરોપ અને રશિયા વચ્ચે સૈન્ય અને મિસાઈલ દેખરેખ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં અમેરિકાનો થુલે એર બેઝ પહેલેથી જ છે, જે મિસાઈલ ચેતવણી અને રશિયન/ચીની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી છે.
  • ચીન અને રશિયા પર નજર: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની હિલચાલ વધી રહી છે. ગ્રીનલેન્ડ પર પ્રભાવ હોવાથી અમેરિકા આ વિસ્તારમાં પોતાની ભૂ-રાજકીય પકડ મજબૂત રાખવા માંગે છે.
  • કુદરતી સંસાધનો: ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજો, તેલ, ગેસ અને રેર અર્થ એલિમેન્ટ્સના મોટા ભંડાર હોવાનું મનાય છે, જેનું ભવિષ્યમાં આર્થિક અને તકનીકી મહત્વ ખૂબ વધારે છે. ચીન તેનું 70-90% ઉત્પાદન નિયંત્રિત કરે છે, તેથી અમેરિકા પોતાની નિર્ભરતા ઓછી કરવા માંગે છે.
  • નવા દરિયાઈ વ્યાપારી માર્ગો: ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા શિપિંગ રૂટ્સ ખુલી રહ્યા છે. ગ્રીનલેન્ડનું નિયંત્રણ અમેરિકાને આ રૂટ્સ પર પ્રભુત્વ જમાવવા અને આર્કટિક ક્ષેત્રમાં રશિયા-ચીનની પ્રગતિ રોકવામાં મદદ કરશે.
  • અમેરિકી સુરક્ષા નીતિ: અમેરિકા ગ્રીનલેન્ડને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની “ફ્રન્ટ લાઇન” માને છે. ત્યાં પ્રભાવ વધારીને તે ભવિષ્યના સંભવિત જોખમોને પહેલેથી જ રોકવા માંગે છે.