Growth and Diversification Part 8- Know what your Human Life Value (HLV) is? How much does a term plan cost? | ‘અર્થ’નું અર્થઘટન: વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 8- જાણો તમારી હ્યુમન લાઇફ વેલ્યુ (HLV) કેટલી છે? કેટલી કિંમતનો ટર્મ પ્લાન લેવો?
- Gujarati News
- Business
- Growth And Diversification Part 8 Know What Your Human Life Value (HLV) Is? How Much Does A Term Plan Cost?
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા લેખમાં મેં ટર્મ પ્લાન એટલે કે મુદ્દતી વીમા વિશે વિસ્તૃત વાત કરી હતી. હવે, દરેક વ્યક્તિના મનમાં એક વિચાર ચોકકસ આવે કે કેટલી કિંમતનો ટર્મ પ્લાન લેવો જોઈએ. મારી હ્યુમન લાઇફ વેલ્યુ (HLV) કેટલી છે?
તો આજે આ લેખમાં તમારી HLV ની ગણતરી કેવી રીતે કરી શકાય એના વિશે વિસ્તૃત માહિતી આપીશ. આમ, તો ઘણી બધી પદ્ધતિ હોય છે પણ એમાં આજે Income Multiplier Method વિશે વાત કરીએ.
એની પહેલા જીવનના વિવિધ સ્ટેજ વિશે સમજીએ… 1). ભણવાની ઉંમર (10 થી 23) 2). કમાવાની ઉંમર (24 થી 60) 3). લગ્નની ઉંમર (28 થી 45) 4). માતા પિતા બનવાની ઉંમર (25 થી 45) 5). બાળકોની જરૂરિયાત પૂરી કરવાની ઉંમર (35 થી 65) – ઉચ્ચ શિક્ષણ અને લગ્ન 6). ઘરનો માળો ખાલી (50 થી 70) 7). સેવા નિવૃતિના વર્ષો (60 થી 85)
હવે, ઉપરોક્ત માહિતી જોતાં, મારે કેટલી કિંમતનો વીમો લેવો જોઈએ..???
તો આ રહ્યો એનો જવાબ…..
“ઈનકમ મલ્ટીપ્લાયર મેથડ” ઉંમર 18 થી 40 (કમાણીના 30 ગણો) ઉંમર 41 થી 50 (કમાણીના 25 ગણો) ઉંમર 51 થી 55 (કમાણીના 20 ગણો) ઉંમર 56 થી 60 (કમાણીના 15 ગણો) ઉંમર 61 થી 65 (કમાણીના 10 ગણો)

બીજી કોઈ જ ગણતરી ન કરવી હોય તો ઉપરની પદ્ધતિ એકદમ સરળ છે. દરેક વ્યક્તિ પાસે પોતાના પરિવાર ની આર્થિક સુરક્ષા મજબૂત કરવા માટે આટલું સુરક્ષા કવચ તો રાખવું જ પડે..!! કાં તો…. તમારી પાસે 3 – 4 કરોડ રૂપિયા પડ્યા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી કારણ કે એ રૂપિયાથી જ ઘર ચાલશે અથવા તો કોઈ સગા સંબંધી, જો એવું લખીને આપે કે તમારી ગેરહાજરી માં હું તમારા પરિવાર ના બધાં જ ખર્ચા ઉપાડીશ તો તમારે કોઈ જ સુરક્ષા કવચની જરૂર નથી.
પણ આવું કહેનારું હોય છે કોઈ ? માટે, કોઈ પણ પ્રકારના વિચારો કર્યા વિના પોતાના પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનવું જ પડશે. બાકી આ જમાનામાં કોઈ, કોઈનું નથી. આ એક નગ્ન સત્ય છે એ સ્વીકારવું જ પડે. આવતાં લેખમાં, હું બીજી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપીશ. સકુશળ રહો, સમૃદ્ધ રહો, પોતાનાં પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનો….
આભાર સહ…. વિજય ગાંધી ઓનર બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર M – 9898999551 vijay.gandhi78@gmail.com
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

