Gujarat News : ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર, જાણો નવી કારોબારી યાદીમાં કોને સ્થાન મળ્યું

Last Updated: January 19, 2026By

ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિહારના દિગ્ગજ નેતા નીતિન નબિનની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે ગુજરાતમાં પણ ભાજપ પ્રદેશ કારોબારીની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 79 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભાજપના જૂના જોગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપની નવી કારોબારી યાદી જાહેર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ભાજપની નવી કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 79 સભ્યોનો સમાવેશ કરાયો છે. જ્યારે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ખાસ કરીને રાજકોટમાંથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંગ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ અને સાંસદોનો સમાવેશ કરાયો છે. જ્યારે પ્રદેશ કારોબારીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

જુના જોગીઓને વિશેષ આમંત્રિતોમાં સ્થાન મળ્યું

સુરતમાંથી દર્શનાબેન જરદોશ, પંચમહાલમાંથી નિમિષાબેન સુથાર, અમદાવાદમાં યોગેશ ગઢવી, વિશેષ આમંત્રિતોમાં વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, આઈ કે જાડેજા, દિલિપ સાંઘાણી, નરહરી અમિન, ગોવિંદભાઈ પટેલ, વલ્લભ કાકડિયા, સાગર રાયકા, સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક જુના જોગીઓ છે અને કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પણ છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News: સ્માર્ટ સિટી કેટલું સુરક્ષિત, ખોખરામાં સ્નેચરોએ ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી, ક્યાં છે પોલીસ?