Gujarat News: 10 વર્ષમાં સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 1163 ટકા વધી, જાણો શું છે પૂનમબેન માડમ અને પાટીલની સંપત્તિનો આંકડો
દેશમાં 2014થી 2024 સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રીપીટ ઉમેદવારી કરીને સાંસદ બનનારા ઉમેદવારોની સંપત્તિનું ADR દ્વારા તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 102 સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રીપીટ થયેલા આઠ સાંસદોની સંપત્તિના વર્ષ 2014-2024 સુધીના આંકડા સામે આવ્યા છે.
સાત સાંસદોની સંપત્તિની વિગતો સામે આવી
ADRના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના રીપીટ થયેલા સાત સાંસદોની સંપત્તિની વિગતો સામે આવી છે. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. તેઓ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે સોગંદનામામાં તેમની કૂલ સંપત્તિ 17 કરોડ દર્શાવાઈ હતી. જે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં 147 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમની સંપત્તીમાં 747 ટકાનો વધારો થયો છે.
સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો
આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે. 2014માં તેઓ ચૂંટણી લડ્યા ત્યારે સોગંદનામામાં 74 કરોડ રૂપિયા સંપત્તિ દર્શાવાઈ હતી. જે 2019માં ઘટીને 44 કરોડ અને 2024માં 39 કરોડ થઈ હતી. તેમની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં 1163 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં ચૂંટણીના સોગંદનામામાં 56 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. 2024ની ચૂંટણી વખતે 7 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. ખેડાના સાંસદ દેવુ સિંહ ચૌહાણની સંપત્તિમાં પણ 271 ટકાનો વધારો થયો છે. 2014માં તેમણે 94 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં ત્રણ કરોડની સંપત્તિ દર્શાવી હતી.
રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 349 ટકાનો વધારો
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ 2014ની લોકસભાની ચૂંટણીમાં 74 લાખથી વધુની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024ની ચૂંટણીના સોગંદનામામાં 3 કરોડની સંપત્તિ દર્શાવી હતી. જેથી તેમની સંપત્તિમાં 349 ટકાનો વધારો થયો છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં પણ 195 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં ચૂંટણીના સોગંદનામામાં 1 કરોડની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024માં 4 કરોડની સંપત્તિ દર્શાવી હતી. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંપત્તિમાં 146 ટકાનો વધારો થયો છે. તેમણે 2014ની ચૂંટણીમાં એક કરોડની સંપત્તિ દર્શાવી હતી. જયારે 2024માં ચાર કરોડની સંપત્તિ દર્શાવી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સંપત્તિમાં 288 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં 65 લાખ અને 2024માં બે કરોડની સંપત્તિ દર્શાવી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

