Gujarat News: ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે નવા પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત તેજ કરાઈ છે. ભાજપના નિરીક્ષકો મહાનગરો અને જિલ્લામાં જશે. મેયર, ડેપ્યુટી મેયક અને સ્ટેન્ડિંગ કમિટી માટે સેન્સ લેવામાં આવશે. 10મી મે પહેલા નવા પદાધિકારીઓ સત્તા સંભાળી શકે છે. હાલમાં જીતેલા ઉમેદવારો દ્વારા પદ માટે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે
બીજી તરફ ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા 6થી 8મે દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાનારી આ બેઠકમાં ઝોન પ્રમાણે ચર્ચાઓ કરવામાં આવશે. જેમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. આ બેઠક બાદ ચૂંટાયેલી પાંખના વડાની સંભવિત જાહેરાત કરાશે. જીતેલા ઉમેદવારોએ મેયર અને પ્રમુખ સહિતના પદ માટે લોબિંગ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

