Hardik Pandyas Girlfriend Mahika Sharma Viral Pics Spark Marriage Rumours
1 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2026 બાદ ક્રિકેટમાંથી બ્રેક પર છે. તે ભારતના આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ નથી. આ દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી કેટલીક તસવીરોએ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એવા સમાચાર છે કે હાર્દિકે માહિકા સાથે લગ્ન કરી લીધા છે. આ કપલની જે તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાઇરલ થઈ રહી છે.
હાર્દિક- માહિકાએ લગ્ન કરી લીધા?
તમને જણાવી દઈએ કે વાઇરલ થઈ રહેલી તસવીરમાં માહિકા શર્માના સેંથામાં સિંદૂર અને કપાળ પર લાલ રંગની બિંદી જોવા મળી રહી છે. તો વળી હાર્દિકના કપાળ પર પણ તિલક લગાવેલવું છે. એવી અટકળો છે કે તસવીરમાં બંને માહિકાની માતા સાથે પોઝ આપતા નજરે પડી રહ્યા છે. આ તસવીર સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કપલે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે. જોકે, ન તો હાર્દિક કે ન તો માહિકા શર્માએ લગ્નના સમાચારને કન્ફર્મ કર્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો રિએક્ટ કરી રહ્યા છે
બીજી તરફ તસવીર વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે અને તમામ યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
T20 વર્લ્ડ કપમાં હાર્દિક-માહિકાનો ખુલ્લમખુલ્લા રોમાંસ
T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતે મેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન માહિકાએ હાર્દિકને સ્ટેડિયમમાં કિસ કરી હતી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યું હતું. બાદમાં હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા હતા. બંને પોડિયમ પર સૂતેલા હતા અને એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. આ ઘટનાના વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સે હાર્દિકને ખૂબ ટ્રોલ કર્યો હતો.

સ્વિમિંગ પુલનો રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યો
હાર્દિક પંડ્યાએ 19 ફેબ્રુઆરીના રોજ માહિકા શર્માનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર માહિકા સાથેની કેટલીક સુંદર પળોનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં બંને સાથે સમય વિતાવતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. હાર્દિકે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘હેપી બર્થ-ડે માય પ્રિન્સેસ… 25 વર્ષ પહેલાં આ વર્લ્ડમાં જન્મ લેવા માટે થેન્ક યુ. તું ખૂબ જ અદભુત વ્યક્તિ છે..આઈ લવ યુ.’

માહિકાના નામનું ટેટુ બનાવ્યું
થોડા મહિના પહેલા હાર્દિકે ગર્લફ્રેન્ડ મહિકા સાથેના પ્રેમ, ઓળખ અને રિલેશનશિપની વ્યક્તિગત વાર્તા દર્શાવતું ટેટુ બનાવડાવ્યું હતું. તેણે ગળા પર “M” અક્ષરનો ટેટૂ બનાવ્યો છે, જેમાં બે ચિત્તા પણ છે. ટેટૂ બનાવનાર ટીમે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘હાર્દિક રાત્રે 2 વાગ્યે માહિકાને સાથે લઈને આવ્યો હતો. તે માહિકાને સરપ્રાઇઝ આપવામાં આવતો હતો. આ ટેટૂમાં બે ચિત્તા દર્શાવવામાં આવ્યા છે, જે ફક્ત પ્રાણીઓની ડિઝાઇન તરીકે જ નહીં, પરંતુ તેમના સંબંધનું પ્રતિનિધિત્વ કરવા માટે રચાયેલી છે.’

નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ અગાઉ 31 મે 2020ના રોજ ‘ડીજે વાલે બાબુ’ ગીત ફેમ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેએ કોવિડ-19 દરમિયાન ઘરે સાદગીથી લગ્ન કર્યા હતા. એ જ વર્ષે 30 જુલાઈએ નતાશાએ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો.

બાદમાં બંનેએ બે વર્ષ પછી વેલેન્ટાઇન ડેના દિવસે રાજસ્થાનના ઉદયપુરમાં પરંપરાગત રીત-રિવાજો સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. જોકે, બંને વચ્ચે અંતર વધતા જુલાઈ-2024માં છૂટાછેડા લઈ લીધા હતા.

માહિકા શર્મા વિશે જાણો
માહિકા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. તે માત્ર 24 વર્ષની છે. તે એક અભિનેત્રી, મોડલ અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના મજબૂત વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસથી માહિકા મનોરંજન જગતમાં નોંધપાત્ર સ્થાન બનાવી રહી છે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


