HDFC Bank New MD and CEO Anoop Bagchi; RBI Approval

Last Updated: October 1, 2026By

મુંબઈ3 કલાક પેહલા

  • કૉપી લિંક

HDFC બેંકે અનૂપ બાગચીને પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળ્યા બાદ બેંકે 1 ઑક્ટોબરે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.

બાગચી 27 ઑક્ટોબરથી કાર્યભાર સંભાળશે. વર્તમાન MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઑક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે. જગદીશને આગામી કાર્યકાળ માટે પુનઃનિયુક્તિની માંગ કરી નહોતી.

અનૂપ બાગચીને બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં લાંબો અનુભવ છે. ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFCની કમાન સંભાળતા પહેલાં તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO રહી ચૂક્યા છે.

MD-CEOની રેસમાં કાયદઝાદ ભરુચાનું નામ પણ સામેલ હતું

આ પહેલાં મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે બેંકે ટોચના પદ માટે બે નામોનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમાં પહેલું નામ અનૂપ બાગચીનું હતું, જેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO છે. જ્યારે બીજું નામ કાયદ ભરુચાનું હતું, જેઓ HDFC બેંકના ડેપ્યુટી MD છે.

કોટક બેંકના MD અને CEO બન્યા અનૂપ કુમાર

આ પહેલાં આજે જ કોટક મહિન્દ્રા બેંકે અનૂપ કુમાર સાહાની પોતાના નવા MD અને CEO તરીકે નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. સાહા 1 જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે.

તેઓ હાલમાં બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પર છે. સાહા પાસે 32 વર્ષથી વધુનો અનુભવ છે. તેમાં બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં 25 વર્ષનો અનુભવ સામેલ છે.