Health News : સાવધાન! શું તમે પણ લાંબા ગાળાના દુખાવાને અવગણો છો, આ સમસ્યાનો થશો શિકાર
કોઈપણ ગંભીર બીમારી વ્યક્તિને અચાનક થતી નથી. શરીરમાં પહેલા લક્ષણો દેખાય છે. જો સંકેતોને અવગણો તો સ્વાસ્થ્યમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. જો વારંવાર શરીરના લાંબા ગાળા સુધી દુખાવા રહેતો હોય તો તેને અવગણો તમને ભારે પડી શકે છે. વારંવાર શરીરમાં દુખાવાનવી સમસ્યા થાય તો તમારે સાવધ રહેવાની જરૂર છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસમાં આશ્ચર્યજનક હકીકત બહાર આવી છે કે લાંબા ગાળાના દુખાવાથી ડિપ્રેશન થઈ શકે છે. દુખાવા મગજના અમુક ભાગોને સીધી અસર કરે છે, જે આપણી માનસિક સ્થિતિને બદલી શકે છે.
શરીરમાં વાંરવાર લક્ષણો દેખાય તો થઈ જાઓ સાવધ
આ સંશોધન મુજબ, આપણા મગજમાં હિપ્પોકેમ્પસ નામનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે , જે યાદશક્તિનું કેન્દ્ર છે. હિપ્પોકેમ્પસ એક નિયંત્રણ ખંડ તરીકે કાર્ય કરે છે, જે ક્રોનિક પીડા પ્રત્યે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરે છે. જ્યારે પીડા લાંબા સમય સુધી ચાલુ રહે છે, ત્યારે આ વિસ્તારમાં ચોક્કસ ફેરફારો થાય છે જે વ્યક્તિને હતાશા તરફ ધકેલી શકે છે. સંશોધન કહે છે કે પીડા અનુભવતા દરેક વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ ના બની શકે. આ સ્થિતિનો તેના પર આધાર રહે છે. મગજ સમય જતાં પીડા પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તે મુજબ શરીરમાં લક્ષણો દેખાય છે.
વારંવાર થતી ક્રોનિક પીડાને ઓળખો
આ અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ તફાવત જોવા મળ્યો. જે લોકોએ ક્રોનિક પીડા અનુભવી હતી પરંતુ ડિપ્રેશનથી પીડાતા નહોતા તેમના હિપ્પોકેમ્પસનું પ્રમાણ થોડું મોટું હતું અને તેમની પ્રવૃત્તિમાં વધારો થયો હતો. તેનાથી વિપરીત, જે લોકો પીડા અને ડિપ્રેશન બંનેથી પીડાતા હતા તેમનું હિપ્પોકેમ્પસ નાનું હતું, તેમની પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો અને તેમની વિચારસરણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અભ્યાસ પરથી જાણવા મળ્યું કે મગજમાં આ નકારાત્મક ફેરફારો અચાનક થતા નથી. આ ફેરફારો સમય જતાં ધીમે ધીમે વિકસે છે. તેથી, ક્રોનિક પીડાને હળવાશથી નકારી કાઢવાને બદલે તેને ઓળખી ચકાસણી કરવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં ગંભીર રોગનું નિદાન મોટા જોખમથી બચાવી શકે છે.
આ પણ વાંચો : Lifestyle: બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો દેખાય તો પહેલા શું કરવું જોઈએ?, જાણો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

