Health News : 20 થી 30 વર્ષના યુવાનોમાં બ્લડ પ્રેશરની વધી સમસ્યા, હેલ્થ એક્સપર્ટે આપ્યું આ કારણ
આજકાલ યુવાનોમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. એક સમય હતો જ્યારે બ્લડ પ્રેશર (High Blood Pressure) માત્ર વૃદ્ધોની બીમારી ગણાતી હતી. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજકાલ 60 થી 70ની ઉંમરના લોકો નહીં પરંતુ 20 થી 30 વર્ષના યુવાનોને બ્લડપ્રેશરની સમસ્યાના શિકાર થઈ રહ્યા છે. યુવાનોમાં વધતી બ્લડ પ્રેશરની સમસ્યા એ સૌથી ચિંતાજનક બાબત છે. ઘણા યુવાનો આ બીમારીથી પીડાય છે, છતાં તેઓ તેનાથી અજાણ છે. યુવાનોમાં વધતી આ ગંભીર સમસ્યાને લઈને હેલ્થ એક્સપર્ટ આ કારણો આપ્યા છે.
બ્લડ પ્રેશર ‘સાયલન્ટ કિલર’ બીમારી
હેલ્થ એક્સપર્ટ બ્લડ પ્રેશરને ‘સાયલન્ટ કિલર’ કહે છે કારણ કે તે શરીરમાં ધીમે-ધીમે વધતું રહે છે અને તેના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. કયારેક આ સામાન્ય લાગતી સમસ્યા હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા કિડની ફેઈલ્યોર જેવી ગંભીર બીમારીનું કારણ બને છે. એટલે જ શરીરમાં આ લક્ષણો વારંવાર દેખાય તો સાવધાન થઈ જાવ. ડોક્ટર કહે છે કે અત્યારની સ્થિતિ એવી છે કે લોકોએ 20-30 વર્ષની ઉંમરે પણ સમયાંતરે પોતાનું બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો આની સમયસર સારવાર ન કરવામાં આવે તો રક્તવાહિનીઓ અને હૃદયને નુકસાન, કિડની ફેઈલ્યોર અને અકાળે વૃદ્ધત્વ જેવી સમસ્યા ઉદભવે છે.
યુવાનોમાં વધતા બ્લડ પ્રેશરના મુખ્ય કારણો
નિષ્ણાત કહે છે કે ભારતમાં દર 10 માંથી 3 પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. યુવાનોમાં આ ગંભીર સમસ્યા વધવાનું કારણ આજની આધુનિક અને બેઠાડુ જીવનશૈલી છે. ભેળસેળયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક, ખાંડવાળા પેકેજ્ડ પીણાં, ઉચ્ચ સંતૃપ્ત ચરબી, સતત તણાવ, ઊંઘનો અભાવ, વધુ પડતો સ્ક્રીન સમય, ધૂમ્રપાન અને દારૂની ખોટી આદત બ્લડ પ્રેશર વધવાનું કારણ બને છે. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ બીમારીનું કારણ છે. ઘણા યુવાનો જીમમાં જઈને બહારથી ફિટ દેખાય છે, પણ અંદરથી તેમનું શરીર થાકેલું અને રોગિષ્ઠ હોય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

