Health Tips : એસિડિટીની સમસ્યામાં ભૂલથી પણ આ ફળો ના ખાવા, શું કહે છે આર્યુવેદ નિયમ
આજે લોકો ઘરના ભોજન કરતાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું વધુ પસંદ કરે છે. સ્વાદિષ્ટ વાનગીના ચક્કરમાં લોકો કયારેક રસ્તા પર તળેલા નાસ્તા ખાય છે. મસાલેદાર ખોરાક અને જંકફૂડના કારણે શરીરમાં એસિડીટી થાય છે. આવી સ્થિતિમાં જો તમે હેલ્ધી મનાતા ફળનું સેવન કરશો તો સ્વાસ્થ્ય પર ગંભીર અસર થશે. ફળનું સેવન ભલે લાભકારક હોય પરંતુ એસિડિટીની સમસ્યામાં કયારેય પણ આ ફળનું સેવન ના કરવું જોઈએ. આર્યુવેદ મુજબ એસિડિટી થાય ત્યારે આ ફળોનું સેવન ટાળવું.
એસિડિટીમાં કયારેય આ ફળોનું સેવન ના કરવું, આર્યુવેદ
આર્યુવેદ કહે છે કે આ સમયમાં વિટામિનનો સ્ત્રોત મનતા આ ફળોનું સેવન કરવું હાનિકરાક સાબિત થઈ શકે છે. એસિડિટી હોય તો નારંગી, લીંબું, અનાનસ અને કાચી કેરી જેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ. નારંગી ભલે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે, પરંતુ તેમાં રહેલ સાઇટ્રિક એસિડના કારણે હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ વધી શકે છે. લીંબુમાં મજબૂત ગેસ્ટ્રિક એસિડ હોય છે, જે એસિડિટીને વધારી શકે છે, ખાલી પેટે તેનું સેવન કરવાથી સમસ્યા વધે છે. અનાનસમાં સાઇટ્રિક એસિડ અને બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પેટમાં એસિડ વધારી શકે છે અને હાર્ટબર્નનું કારણ બની શકે છે. જયારે કાચી કેરીમાં સાઇટ્રિક, મેલિક અને ઓક્સાલિક એસિડ હોય છે, જે પિત્તને વધારે છે, જેનાથી હાર્ટબર્ન અને એસિડિટી થાય છે.
એસિડીટીમાં ખાટા ફળો ના ખાવાનું આ છે કારણ
બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો અને વધુ પડતું ખાવાને કારણે એસિડિટી એક સામાન્ય સમસ્યા બની છે. આયુર્વેદ અનુસાર એસિડિટીમાં ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ. આર્યુવેદ નિયમ કહે છે કે આપણું શરીર ત્રણ દોષો વાત, પિત્ત અને કફ પર આધારિત છે. એસિડિટી એટલે શરીરમાં ‘પિત્ત’ નું પ્રમાણ વધી જવું. ખાટા ફળોનો સ્વાદ રસ ‘અમ્લ’ ખાટો હોય છે. આ અમ્લ રસ સીધી રીતે પિત્ત દોષને વધારે છે. જ્યારે શરીરમાં પહેલેથી જ પિત્ત વધેલું હોય અને તમે ખાટા ફળો ખાઓ, ત્યારે એસિડિટીની સમસ્યા વધુ ગંભીર બને છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

