Health Tips : નાગરવેલના પાન ખાવાના ફાયદા, માત્ર મુખવાસ નહીં, અનેક રોગોની છે આયુર્વેદિક દવા
નાગરવેલના પાન સામાન્ય રીતે મુખવાસમાં લેવાય છે. લગ્ન પ્રસંગમાં ખાસ નાગરવેલના પાનનો મુખવાસ હોય છે. ભોજન પછી નાગરવેલના પાન ચાવવાથી પાચનમાં સુધારો થાય છે અને શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે. આ પાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી ચાંદા, દુખાવા, માઇગ્રેન, સ્નાયુઓના દુખાવા અને સાંધાના દુખાવામાં તે રાહત આપે છે. નિયમિતપણે જો નાગરવેલના પાનનું સેવન કરવામાં આવે તો આ અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પણ મળી શકે છે.
નાગરવેલ પાન ખાવાના ફાયદા
પાચન સંબંધી સમસ્યાઓ: જમ્યા પછી પાન ચાવવાથી લાળ વધુ બને છે, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
શરદી અને ઉધરસ: નાગરવેલના પાનનો રસ મધ સાથે લેવાથી જૂની ઉધરસ અને શરદીમાં ફાયદો થાય છે. છાતીમાં કફ જામી ગયો હોય ત્યારે પાન પર તેલ લગાવી તેને ગરમ કરીને છાતી પર રાખવાથી રાહત મળે છે.
ડાયાબિટીસ: સંશોધનો મુજબ, નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે જે લોહીમાં શર્કરાનું પ્રમાણ (Blood Sugar) ઘટાડવામાં મદદ કરી શકે છે.
મોઢાના રોગ: તે કુદરતી માઉથ ફ્રેશનર છે. તે મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને પેઢાના સોજા કે લોહી નીકળવાની સમસ્યામાં ફાયદો કરે છે.
સાંધાનો દુખાવો અને સોજો: આ પાનમાં રહેલા પીડાનાશક ગુણો ગઠિયા (Arthritis) અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. દુખાવા વાળી જગ્યાએ પાનનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.
વજન ઘટાડવામાં: નાગરવેલના પાન ચયાપચય (metabolism) વધારે છે, જે શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ બને છે.
પાન ખાવામાં રાખો સાવચેતી
સ્વાસ્થ્યમાં ફાયદાકારક માની નાગરવેલ પાનને વધુ પડતા ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. નાગરવેલના પાનમાં ચૂનો, કાથો કે સોપારીનો વધુ પડતો ઉપયોગ હૃદય માટે નુકસાનકારક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ ગંભીર બીમારીની દવા લેતા હોવ, તો આ ઉપચાર અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
આ પણ વાંચો : Valentine’s Day પર સુંદર દેખાવા ટ્રાય કરો આ મેકઅપ ટીપ્સ, પાર્ટનરની નજર હટશે નહીં
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

