Health Tips : બાળકોમાં વૃદ્ધોની જેમ પીઠ અને ગરદનના દુખાવાની વધી સમસ્યા, એક્સપર્ટે આપ્યું આ કારણ
સામાન્ય રીતે વૃદ્ધોમાં સાંધાનો દુખાવો, પીઠના દુખાવાની ફરિયાદ જોવા મળે છે. પરંતુ આજકાલ બાળકો પણ વૃદ્ધોની જેમ આ સમસ્યાના શિકાર થયા છે. અભ્યાસ કરતા બાળકોમાં મોટા ભાગે પીઠ નમેલી અને ગરદન બહાર નીકળેલી જોવા મળે છે. બાળકો તેમના ડેસ્ક પર ઝૂકીને બેઠા હોય છે, તેમના ખભા ગોળાકાર હોય છે અને તેમના માથા આગળ તરફ ઝૂકીને બેઠા હોય છે. કોઈપણ શાળાના અભ્યાસમાં ખંડમાં આ દ્રશ્ય સામાન્ય બન્યું છે. હેલ્થ એક્સપર્ટ બાળકોમાં જોવા મળતી આ સમસ્યાનું કારણ આપ્યું.
બાળકોમાં જોવા મળી વૃદ્ધો જેવી સમસ્યા
એક્સપર્ટના જણાવ્યા મુજબ પીઠનો દુખાવો અને ગરદનમાં ખેંચાણનું કારણ અયોગ્ય પોશ્ચર છે, બાળકોમાં અયોગ્ય રીતે બેસવાની આદતના કારણે આ સમસ્યા ઉપરાંત થાક લાગવો, શ્વાસ ચઢવો અને અભ્યાસમાં એકાગ્રતામાં ઘટાડો સહિતની જોવા મળે છે. આજના બાળકો એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જે પહેલા મોટાભાગે પુખ્ત વયના લોકોમાં જોવા મળતી હતી. પહેલાની સરખામણીએ બાળકોમાં આજે જલદી ચેપના શિકાર થઈ રહ્યા છે. અને એટલે જ હોસ્પટિલમાં દર્દીની લાંબી લાઈનમાં બાળ ઉંમરના દર્દી વધ્યા છે.
બાળકોમાં પીઠ અને ગરદનના દુખાવાનું આ છે કારણ
કોરોના રોગચાળા બાદ આ સમસ્યા વધી છે. આ ગંભીર રોગચાળા ઉપરાંત બદલાયેલી જીવનશૈલી અને જંકફૂડ જેવા ખોરાક ખાવાની આદત આ સમસ્યાનું કારણ છે. અભ્યાસ ઉપરાંત બાળકોમાં સ્ક્રીન સમય વધ્યો છે અને શારીરિક પ્રવૃત્તિ ઘટી છે. બાળકો કલાકો સુધી ઓનલાઈન શિક્ષણ, સ્માર્ટફોન, ટેબ્લેટ, ગેમિંગ કન્સોલ અને લેપટોપ પર સમય પસાર કરે છે. સ્ક્રીન ટાઈમ પર તેઓ ઘણીવાર યોગ્ય પીઠનો ટેકો વિના પલંગ અથવા સોફા પર આડા પડી જાય છે. આ આદત ધીમે ધીમે ગોળાકાર ખભા, ગરદનમાં આગળનો વળાંક (જેને “ટેક્સ્ટ નેક” કહેવાય છે) અને સતત સ્નાયુઓમાં ખેંચાણ તરફ દોરી જાય છે.
સમસ્યાથી બચવાના ઉપાય
બાળકોને પીઠના દુખાવા અને ગરદન ખેંચાણ જેવા વૃદ્ધો જેવી સમસ્યાથી બચવા આ ઉપાય અજમાવો. બાળકોને દૈનિક શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહિત કરો. તેમની દિનચર્યામાં સ્ટ્રેચિંગ અથવા યોગને સામેલ કરો અને સ્ક્રીન સમય મર્યાદિત કરો. બેસતી વખતે, પીઠ સીધી હોવી જોઈએ, પગ ફ્લોર પર સપાટ હોવા જોઈએ અને સ્ક્રીન આંખના સ્તરે હોવી જોઈએ. સ્કૂલ બેગનું વજન બાળકના શરીરના વજનના 10 થી 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. ફક્ત સમયસર જાગૃતિ અને માતાપિતાનો ટેકો બાળકોને મજબૂત અને આ સમસ્યાથી દૂર રાખશે.
આ પણ વાંચો : શું તમારામાં b12ની ઉણપ છે? ખાઓ આ સુપરફૂડ, વેજિટેરિયન માટે બેસ્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

