Health Tips : શું ખરખેર, રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સલામત, ડોક્ટર પાસેથી જાણો

Last Updated: February 11, 2026By

અકસ્માત અથવા ગંભીર બીમારીમાં જીવ બચાવવા વ્યક્તિને બ્લડની જરૂરિયાત રહે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ બ્લડ ડોનેટ કરે તો તે વ્યક્તિનો જીવ બચે છે. આજકાલ લોકોમાં બ્લડ ડોનેટ કરવાને લઈને ભ્રામક માન્યતા છે. રકતદાન કરવાથી સ્વાસ્થ્યને અસર થાય છે તેવું લોકો માનવા લાગ્યા છે. રકતદાન કરવાથી શરીરમાં નબળાઈ આવે છે, થાક લાગે છે તેવો લોકોમાં ડર છે. આ જ કારણોના લીધે જ લોકો બ્લડ ડોનેટ કરવાનું ટાળે છે. પ્રખ્યાત ડોકટરે લોકોની આ ભ્રામક માન્યતાને લઈને ખુલાસો કર્યો છે.

રકતદાન કરવાથી સ્વાસ્થ્ય પર અસર

ડોક્ટરના જણાવ્યા મુજબ રકતદાન કરવાથી સ્વાસ્થ્ય પર આડઅસર થતી નથી. રક્તદાન કરવું ખરેખર સ્વાસ્થ્ય માટે સલામત છે. બ્લડ ડોનેટ કરવાથી શરીર માટે ફાયદાકારક છે. નિયમિતપણે રક્તદાન કરવાથી શરીરમાં નવા રક્તકણોનું ઉત્પાદન ઝડપી બને છે. આ અસ્થિમજ્જાને સક્રિય રાખે છે અને નવા લાલ રક્તકણોના નિર્માણને પ્રોત્સાહન આપે છે. જયારે પણ કોઈ વ્યક્તિ બ્લડ ડોનેટ કરે છે ત્યારે આશરે 350 થી 450 મિલીલીટર રક્ત એકત્રિત કરવામાં આવે છે. રક્તદાન કર્યા પછી, શરીરના પ્લાઝ્મા 24 થી 48 કલાકમાં ફરી ભરાઈ જાય છે, જ્યારે લાલ રક્તકણો થોડા અઠવાડિયામાં ફરી ભરાઈ જાય છે. તેથી, રક્તદાનથી સ્વસ્થ વ્યક્તિમાં એનિમિયા થતો નથી.

રક્તદાન કર્યા પછી રાખો આ બાબતનું ધ્યાન

રક્તદાનને લઈને લોકોમાં જે ગેરસમજ છે તેને લઈને નિષ્ણાત પાસેથી યોગ્ય માહિતી મેળવવી જોઈએ. રક્તદાન કર્યા પછી શરીરમાં જે થાક અને નબળાઈનો અનુભવ થાય છે તે થોડા સમય માટે જ છે. બ્લડ ડોનેટ કર્યા પછી વધુ પડતો શ્રમ ના કરો. થોડો સમય શરીરને આરામ આપશો તો ચક્કર આવવા અને થાકની સ્થિતિથી દૂર રહી શકશો. આ ઉપરાંત તમે આ સમયમાં પૂરતું પાણી પીવું, આયર્નયુક્ત ખોરાક લેશો થોડા જ સમયમાં સામાન્ય અનુભવશો. ડોકટર કહે છે સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિમાં પુરુષો દર ત્રણ મહિને અને સ્ત્રીઓ દર ચાર મહિને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે.

આ લોકોએ રક્તદાન કરવાનું ટાળવું

દરેક વ્યક્તિ રક્તદાન માટે લાયક નથી હોતું. જેમને એનિમિયા, ચેપ અથવા કેન્સર જેવી ગંભીર બીમારીઓ હોય તેમણે રક્તદાન કરવાનું ટાળવું. આ ઉપરાંત પ્રેગનન્ટ મહિલા, તેમજ જે વ્યક્તિએ તાજેતરમાં શસ્ત્ર ક્રિયા કરાવી હોય, ડાયાબિટીસના દર્દી, હાર્ટનો પ્રોબ્લેમ હોય તેવી વ્યક્તિઓએને પણ ડોક્ટર રક્તદાન કરવાની ભલામણ કરતા નથી. એક યુનિટ રક્ત ત્રણ જીવ બચાવી શકે છે, તેથી સ્વસ્થ વ્યક્તિઓએ રક્તદાન જરૂર કરવું જોઈએ.

આ પણ વાંચો : Amitabh Bachchan આ ખતરનાક બીમારીથી ઝઝૂમી ચૂક્યા છે, હેરાન થઈને છોડવાના હતા એક્ટિંગ!