Health Tips : સાવધાન! શું તમે પણ પ્રોટીન માટે સોયા ચંક્સ ખાઓ છો? નિષ્ણાતોએ તેને ગણાવ્યું જંક ફૂડ કરતા પણ વધુ જોખમી
આજના સમયમાં ફિટ રહેવા માટે લોકો પ્રોટીનયુક્ત આહાર પર વધુ ભાર આપી રહ્યા છે. ખાસ કરીને જીમમાં જતા લોકો પોતાના આહારમાં પ્રોટિનનો ખોરાક વધુ લે છે. શાકાહારી લોકો માટે પનીર અને સોયાબીન પ્રોટીનના મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ખાસ કરીને જીમ જનારા યુવાનો સોયા ચંક્સનું પુષ્કળ સેવન કરે છે. પરંતુ સોયા ખાવું જંક ફૂડ કરતાં પણ વધુ ખતરનાક છે તેવું હેલ્થ એક્સપર્ટે ખુલાસો કર્યો છે. સોયાબીન વિશે હેલ્થ એક્સપર્ટનો આ ખુલાસો જાણીને તમે પણ ચોંકી જશો. વધુ પડતા સોયા ચંકસ ખાવાથી નુકસાન થઈ શકે છે તે જાણીએ.
સોયાબીન સ્વાસ્થ્ય માટે કેમ નુકસાનકારક
પ્રોટિન મેળવવાના ચક્કરમાં લોકો સોયા ચંકસ ખાવા લાગ્યા છે. પરંતુ સોયાબીન એટલે કે સોયા ચંકસ ખાવું સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે. બજારમાં મળતા સોયા ચંક્સ ખૂબ જ પ્રોસેસ્ડ હોય છે. તેમાં ઘણીવાર 80-90% રિફાઇન્ડ લોટ (મેંદો) હોઈ શકે છે. આ પ્રકારના સોયા ચંકસના સેવનથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે. કેટલાક સંજોગોમાં તેનું સેવન શરીરમાં ઇન્ફ્લેમેશન (બળતરા) પેદા કરી શકે છે, જે લાંબા ગાળે નુકસાનકારક છે. સોયાબીનમાં એવા તત્વો હોય છે જે શરીરને અન્ય જરૂરી પોષક તત્વો શોષવામાં અવરોધ ઉભા કરે છે.
પ્રોટીનના શ્રેષ્ઠ વિકલ્પ આ પણ છે, નિષ્ણાત
આજકાલ લોકો ખૂબ જ ઉત્સાહથી સોયાબીન ખાઈ રહ્યા છે, પછી ભલે તે સોયા ચંક પુલાવ હોય કે સોયા ચંક સલાડ. સ્વાસ્થ્ય નિષ્ણાતનું માનવું છે કે જારમાં સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોવાના ટેગ સાથે વેચાઈ રહ્યું છે તે ખરેખર બિનઆરોગ્ય પ્રદ છે. તમે બજારના સોયા ચંકસ ખાવાના બદલે આ વિકલ્પ અપનાવી શકો છો. નિષ્ણાતોના મતે વટાણા, મશરૂમ અને વેગન પ્રોટીનના શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત આખા અનાજ જેવા કે રાજમા અને ક્વિનોઆ, ચિયા પુડિંગ, બદામ અને બીજ પણ પ્રોટીનના સારા સ્ત્રોત છે. તમારા આહારમાં આનો સમાવેશ કરવાથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

